Samsung : સેમસંગે હાલમાં જ તેની સૌથી પાવરફૂલ ફ્લેગશિપ Galaxy S26 સિરીઝ માર્કેટમાં ઉતારી દીધી છે. આ સિરીઝમાં Galaxy S26, S26 Plus અને S26 Ultra જેવા શાનદાર મોડલ્સનો સમાવેશ થાય છે. નવા ફોનના આગમન સાથે જ કંપનીએ ગયા વર્ષના લોકપ્રિય મોડલ Galaxy S25 Plus ની કિંમતમાં મોટો ઘટાડો કર્યો છે. જો તમે પ્રીમિયમ સ્માર્ટફોન લેવાનું વિચારી રહ્યા છો, તો અત્યારે તમારા માટે મોટી બચત કરવાનો શ્રેષ્ઠ સમય છે.
Galaxy S25 Plus પર મળી રહ્યું છે ધમાકેદાર ડીલ
કિંમતની વાત કરીએ તો, ભારતમાં Galaxy S25 Plus ના 12GB+256GB વેરિઅન્ટની મૂળ કિંમત ₹99,999 છે. પરંતુ હાલમાં એમેઝોન પર ₹25,000 ના ફ્લેટ ડિસ્કાઉન્ટ બાદ તે ₹74,994 માં લિસ્ટેડ કરવામાં આવ્યો છે. આટલું જ નહીં, જો તમે બેંક ઓફર્સ અને કેશબેકનો ઉપયોગ કરો છો, તો તમને વધારાનું ₹3,700 નું ડિસ્કાઉન્ટ મળી શકે છે. એટલે કે, કુલ મળીને તમે આ ફોન પર ₹28,000 થી વધુની બચત કરી શકો છો.
Galaxy S25 Plus ના ફીચર્સ
આ ફોન માત્ર કિંમતમાં જ નહીં પણ ફીચર્સમાં પણ શાનદાર છે. તેમાં 6.7-ઇંચની ડાયનેમિક LTPO AMOLED 2X ડિસ્પ્લે આપવામાં આવી છે, જે 120Hz રિફ્રેશ રેટ અને 2600 nits ની પીક બ્રાઇટનેસને સપોર્ટ કરે છે. ગેમિંગ અને મલ્ટીટાસ્કિંગ માટે તેમાં ક્વાલકોમનું પાવરફુલ Snapdragon 8 Elite પ્રોસેસર છે. આ ફોનમાં 7 વર્ષ સુધી એન્ડ્રોઇડ અપડેટ્સ મળશે, જેથી તમારો ફોન લાંબા સમય સુધી આઉટડેટેડ નહીં થાય.
કેમેરા અને બેટરી બેકઅપ
ફોટોગ્રાફીના શોખીનો માટે આમાં પાછળના ભાગમાં 50mp + 12mp + 10mp નો ટ્રિપલ કેમેરા સેટઅપ છે, જ્યારે સેલ્ફી માટે 12mp નો ફ્રન્ટ કેમેરો મળે છે. ફોનને પાવર આપવા માટે 4900mAh ની મોટી બેટરી છે, જે 45W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે.
Google Pixel 10 પર પણ બમ્પર ઓફર
સેમસંગની સાથે સાથે Google Pixel 10 પર પણ હાલમાં ભારે છૂટ મળી રહી છે. ₹79,999 ની કિંમત વાળો આ ફોન (ફ્રોસ્ટ કલર, 12GB+256GB) એમેઝોન પર અત્યારે ₹69,848 માં મળી રહ્યો છે. આ ઉપરાંત, બેંક ઓફર્સ દ્વારા ગ્રાહકો વધુ ₹3,500 નું ડિસ્કાઉન્ટ મેળવી શકે છે.




















