50 વર્ષ પછી, સુર્ય, બુધ, અને કેતુના કારણે સિંહ રાશિમાં ત્રિગ્રહી યોગ રચાયો છે. ત્રિગ્રહી યોગને જ્યોતિષમાં ખૂબ ખાસ માનવામાં આવે છે. જયારે, 15 સપ્ટેમ્બરે શુક્ર સિંહ રાશિમાં પ્રવેશ કરશે, જેના કારણે તે દિવસે ચતુગ્રહી યોગ બનશે. ત્રિગ્રહી યોગ બનવાથી ઘણી રાશિઓને ફાયદો થશે અને નાણાકીય સ્થિતિ પણ સારી રહેશે.
સિંહ
આ યોગને કારણે, સિંહ રાશિના જાતકો તેમના કાર્યક્ષેત્રમાં પ્રગતિ કરશે. તેમણે તેમની નોકરીમાં નવી તકો મળશે. તેમણે તેમની નોકરીમાં પ્રમોશન મળી શકે છે. તેમના હરીફોને સખત સ્પર્ધા આપશે. સિંહ રાશિના લોકો કૌટુંબિક વ્યવસાયમાં પ્રગતિ કરશે. તેમને વિદેશથી સારી તક મળી શકે છે.
વૃશ્ચિક
આ સંયોગ કારકિર્દી માટે ખૂબ જ સારો રહેશે. વ્યવસાયમાં વધુ નફો થશે. નોકરી કરતાં લોકો તેમના કાર્યસ્થળમાં સફળતા પ્રાપ્ત કરશે. સ્વાસ્થ્ય સારું રહેશે.
ધનુ
સુખ સુવિધાઓમાં વધારો થશે. વ્યાવસાયિક જીવન શ્રેષ્ઠ સાબિત થશે. આર્થિક જીવનના ક્ષેત્રમાં ઘણી પ્રગતિ થશે. બાકી રહેલા પૈસા પ્રાપ્ત થશે. વ્યવસાયના ક્ષેત્રમાં પ્રગતિ થશે. આ રાશિના લોકોને પ્રમોશન મળી શકે છે. માન-સન્માનમાં વધારો થઈ શકે છે.