ભાદરવા મહિનાની પૂર્ણિમાંને ભાદ્રપદ પૂર્ણિમા કહેવામાં આવે છે. આ વર્ષે ભાદ્રપદ પૂર્ણિમા 7 સપ્ટેમ્બર, રવિવારે છે. માન્યતા છે કે આ દિવસે વિશ્વના પાલનહાર ભગવાન વિષ્ણુ સાથે માં લક્ષ્મી અને ચંદ્રમાની પૂજા કરવી જોઈએ. પૂર્ણિમા પર ભગવાન સત્યનારાયણની પૂજા શુભ માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુને તુલસી પ્રિય છે. હિન્દુ ધર્મ ગ્રંથોમાં મા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. માન્યતા છે કે પૂર્ણિમાના દિવસે તુલસી પૂજન અને તેની સાથે જોડાયેલા અમુક ઉપાય કરવાથી જીવનમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ આવે છે. માનવામાં આવે છે કે આ દિવસે તુલસી સાથે જોડાયેલા અમુક ઉપાયો કરવાથી ધન સંબંધિત પરેશાનીઓથી છુટકારો મળે છે. તો ચાલો ભાદ્રપદ પૂર્ણિમા પર મા લક્ષ્મીના આશીર્વાદ માટે તુલસી સાથે જોડાયલા ઉપાયો જાણીએ...
ભાદ્રપદ પૂર્ણિમા પર તુલસી સાથે જોડાયેલા ઉપાયો
ભાદ્રપદ પૂર્ણિમા પર સૂર્યોદય પહેલા ઊઠીને સ્નાન વગેરે કર્યા બાદ તુલસી પૂજન કરવું જોઈએ. તુલસીના છોડને જળ અર્પિત કરવું જોઈએ અને ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. તુલસી પૂજન બાદ પરિક્રમા કરવી જોઈએ. માન્યતા છે કે આ ઉપાયને કરવાથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે અને આર્થિક ખુશીઓ આવે છે.
આર્થિક લાભ મેળવવા અને દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે, પૂર્ણિમાના દિવસે 11 તુલસીના પાન પર હળદરથી 'શ્રી' લખો અને ભગવાન વિષ્ણુને અર્પણ કરો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે અને નાણાકીય લાભની શક્યતા રહે છે.
તુલસીની પૂજા કરતી વખતે, તુલસીની માળાનો ઉપયોગ કરીને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ અથવા ઓમ નમો નારાયણાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી ઇચ્છિત ફળ મળે છે અને દેવી લક્ષ્મી ઘરમાં કાયમ માટે નિવાસ કરે છે.
પૂર્ણિમાની રાત્રે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીને તુલસીના પાન સાથે ખીર ભેળવીને અર્પણ કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે અને પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.
ભાદ્રપદ પૂર્ણિમાના દિવસે, પૂજા દરમિયાન તુલસી માતાને સોળ શણગાર અર્પણ કરવા જોઈએ. એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને દેવાથી મુક્તિ મળે છે.