પંચાંગ મુજબ ભાદ્રપદ પૂર્ણિમા, રવિવાર 7 સપ્ટેમ્બરે વર્ષનું બીજું ચંદ્રગ્રહણ લાગુ પડશે. આ ગ્રહણ ભારતમાં સ્પષ્ટ રીતે દેખાશે અને તેથી તેનો સૂતક પણ માન્ય રહેશે. શાસ્ત્ર મુજબ ચંદ્રગ્રહણના દિવસે ત્રણ પ્રહરનું સૂતક લાગુ પડે છે.
જ્યોતિષીઓ જણાવે છે કે ગ્રહણ દરમિયાન રાહુનો પ્રભાવ પૃથ્વી પર વધુ સક્રિય બની જાય છે, જેના કારણે નકારાત્મક શક્તિઓ હાવી રહે છે. આથી આ દિવસે શુભ કાર્યો કરવાની મનાઈ છે અને અશુભ અથવા નકારાત્મક સ્થળોએ જવાનું ટાળવું જોઈએ.
ગ્રહણ દરમિયાન કઈ બાબતોનું ધ્યાન રાખવું
તીક્ષ્ણ વસ્તુઓ (છરી, પિન, કાપવાના સાધનો) સાથે રાખશો નહીં.
સૂતક અને ગ્રહણ દરમિયાન દેવ-દેવતાઓની મૂર્તિઓ તથા તુલસી, પીપળ, વડ જેવા પવિત્ર વૃક્ષોને સ્પર્શ ન કરવો.
ગ્રહણ દરમ્યાન નકારાત્મક જગ્યાએ જવાનું ટાળવું.
કોઈ સાથે વાદ-વિવાદ કે ઝઘડો ન કરવો. જો ભૂલથી કોઈને દુઃખ પહોંચાડ્યું હોય તો માફી માંગવી.
ગ્રહણ દરમ્યાન તમીસક આહાર ન લેવો અને બ્રહ્મચર્ય નિયમનું પાલન કરવું.
જ્યોતિષ શાસ્ત્ર મુજબ, આ નિયમોનું પાલન કરવાથી ગ્રહણના નકારાત્મક પ્રભાવથી બચી શકાય છે અને સકારાત્મક ઊર્જાનો અનુભવ થાય છે.