અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકી આવતાં અઠવાડિયે ભારતની મુલાકાતે આવશે. તાલિબાન સત્તામાં આવ્યા પછી કોઈ અફઘાન મંત્રીની આ પહેલી ભારત મુલાકાત હશે.
મુત્તાકી હાલ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ના 1988 પ્રતિબંધોની યાદીમાં છે, જેના કારણે તેમના પર મુસાફરી પ્રતિબંધ લાગુ છે. જોકે, UNSCએ ખાસ મંજૂરી આપી છે કે તેઓ 9થી 16 ઓક્ટોબર દરમિયાન નવી દિલ્હીની મુલાકાત લઈ શકે.
મુત્તાકીનો પ્રવાસ કાર્યક્રમ
6 ઓક્ટોબર : મોસ્કોમાં યોજાનારા "મોસ્કો ફોર્મેટ" વાટાઘાટોના સાતમા રાઉન્ડમાં ભાગ લેશે.
9 થી 16 ઓક્ટોબર : નવી દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય બેઠકઓમાં હાજરી આપશે.
આ પહેલી વાર છે જ્યારે તાલિબાન આ બહુપક્ષીય મંચમાં મહેમાન નહીં પરંતુ સભ્ય દેશ તરીકે ભાગ લેશે.
ભારત સાથેના સંબંધો
ભારત હાલમાં અફઘાનિસ્તાન સાથે અનેક વિકાસ પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યું છે. તાલિબાનના અધિકારીઓએ તાજેતરમાં ભારત સાથેના સંબંધીકૃત સહકારને મજબૂત કરવાની અપીલ પણ કરી હતી. ગયા મહિને ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકર અને મુત્તાકીએ ફોન પર ચર્ચા કરી હતી.
પાકિસ્તાન માટે મોટો ઝટકો
મુત્તાકીનો નવી દિલ્હી પ્રવાસ પાકિસ્તાન અને ચીન માટે મોટો વ્યૂહાત્મક પડકાર ગણાય છે. પાકિસ્તાન પહેલાંથી ઇચ્છતું રહ્યું છે કે ભારત અને અફઘાનિસ્તાન નજીક ના આવે. અગાઉની મુલાકાત વખતે પાકિસ્તાની દબાણને કારણે કાર્યક્રમ અટકાવી દેવાયો હતો, પરંતુ આ વખતે ભારતે પાકિસ્તાનના પ્રયાસોને નિષ્ફળ કર્યા છે.
પ્રદેશની રાજનીતિમાં મહત્વનો ફેરફાર
મુત્તાકી ઓગસ્ટ 202થી અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી છે. મે 2025માં તેમણે બેઇજિંગમાં ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર (CPEC)ને અફઘાનિસ્તાન સુધી લંબાવવાની ચર્ચા કરી હતી. ભારત આ પ્રોજેક્ટનો વિરોધ કરે છે કારણ કે તે પાકિસ્તાની કબજાવાળા કાશ્મીર (PoK)માંથી પસાર થાય છે.