Home Business Adani Energy Solutions Acquires Intellismart Rs 3050 Crore Deal

Adani Group નો નવો 'ગેમચેન્જર' પ્લાન! : ₹3,050 કરોડમાં ખરીદી આ કંપની, શેર ધારકોને લાગી લોટરી!

અદાણી
Published by: Chintan Chavda
Last Updated: Jun 10, 2026, 02:10 AM IST

અદાણી ગ્રુપની કંપની Adani Energy Solutions Limited એ ભારતના ઝડપથી વિકસતા સ્માર્ટ મીટરિંગ ક્ષેત્રમાં મોટું વ્યૂહાત્મક પગલું ભર્યું છે. કંપનીએ IntelliSmart Infrastructure Private Limited નું 100 ટકા અધિગ્રહણ કરવાની જાહેરાત કરી છે. આશરે ₹3,050 કરોડના આ સોદા બાદ અદાણી એનર્જી સોલ્યુશન્સ દેશની સૌથી મોટી સ્માર્ટ મીટરિંગ કંપની તરીકે ઉભરી આવશે.

કંપનીના જણાવ્યા મુજબ આ સોદામાં IntelliSmartની સંપૂર્ણ ઇક્વિટી ખરીદવા ઉપરાંત National Investment and Infrastructure Fund પાસે રહેલા ઓપ્શનલી કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (OCDs)નું રિડેમ્પશન પણ સામેલ છે. જોકે આ સોદો હજુ નિયમનકારી મંજૂરીઓ અને અન્ય જરૂરી પ્રક્રિયાઓને આધીન છે. તમામ મંજૂરીઓ મળ્યા બાદ જ સોદો સંપૂર્ણ અમલમાં આવશે.
સરકારી કર્મચારીઓ માટે મોટી ખુશખબરી!: રૂ.18,000ની સેલરી સીધી રૂ.68,940 સુધી પહોંચી શકે

સ્માર્ટ મીટરિંગ ક્ષેત્રમાં અદાણીની સ્થિતિ વધુ મજબૂત બનશે

IntelliSmart હાલમાં દેશની અગ્રણી સ્માર્ટ મીટરિંગ કંપનીઓમાંની એક છે. આ કંપની Energy Efficiency Services Limited અને NIIFનું સંયુક્ત સાહસ છે. કંપની દેશભરમાં વીજ વિતરણ વ્યવસ્થાને આધુનિક બનાવવા માટે મોટા પાયે સ્માર્ટ મીટર સ્થાપિત કરવાની કામગીરી કરી રહી છે.

આ અધિગ્રહણ બાદ AESL પાસે કુલ 4.7 કરોડથી વધુ સ્માર્ટ મીટરનો પોર્ટફોલિયો હશે. જેના કારણે કંપની ભારતના સ્માર્ટ મીટરિંગ ક્ષેત્રમાં સૌથી મોટું પ્લેટફોર્મ બની જશે.

સ્માર્ટ મીટર વીજ ગ્રાહકોને રિયલ-ટાઇમ વીજ વપરાશની માહિતી પૂરી પાડે છે, બિલિંગ પ્રક્રિયામાં પારદર્શિતા લાવે છે અને વીજચોરી અટકાવવામાં મદદરૂપ બને છે. કેન્દ્ર સરકાર પણ દેશભરમાં સ્માર્ટ મીટર સ્થાપનને પ્રોત્સાહન આપી રહી હોવાથી આ ક્ષેત્રમાં આગામી વર્ષોમાં ઝડપી વૃદ્ધિની સંભાવના છે.
EPF ખાતામાં નોમિની બદલવો હવે વધુ સરળ: ઘેર બેઠાં મિનિટોમાં પૂરું કરો કામ, જાણો સંપૂર્ણ સ્ટેપ-બાય-સ્ટેપ પ્રક્રિયા

વીજ વિતરણના ડિજિટલ પરિવર્તનને મળશે ગતિ

અદાણી એનર્જી સોલ્યુશન્સના CEO Kandarp Patel એ જણાવ્યું કે IntelliSmartનું અધિગ્રહણ કંપનીની કાર્યક્ષમતા અને અમલીકરણ ક્ષમતાને વધુ મજબૂત બનાવશે.

તેમણે જણાવ્યું કે આ સોદાથી ટેક્નોલોજી આધારિત ઉકેલો દ્વારા ભારતના વીજ વિતરણ ક્ષેત્રના આધુનિકીકરણમાં વધુ ઝડપ આવશે. મોટા પાયે કામગીરી થવાથી ખર્ચમાં ઘટાડો અને કાર્યક્ષમતામાં વધારો પણ શક્ય બનશે.

વિશેષજ્ઞોના મતે ભારતના વીજ વિતરણ નેટવર્કમાં ડિજિટલાઇઝેશન અને સ્માર્ટ મીટરિંગની વધતી જરૂરિયાતને જોતા આ સોદો અદાણી ગ્રુપ માટે લાંબા ગાળે ગેમચેન્જર સાબિત થઈ શકે છે.
ITR Filing: છેલ્લી ઘડીની રાહ જોવી પડશે ભારે!: સમયસર ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાના ૩ મોટા ફાયદા, જાણો શું છે ડેડલાઇન

શેરબજારમાં પણ મજબૂત દેખાવ

અદાણી એનર્જી સોલ્યુશન્સના શેરે છેલ્લા કેટલાક મહિનાઓમાં રોકાણકારોને સારો વળતર આપ્યો છે. બજારના આંકડા મુજબ કંપનીના શેરમાં છેલ્લા એક મહિનામાં આશરે 16 ટકાનો વધારો નોંધાયો છે.

છેલ્લા ત્રણ મહિનામાં શેરે લગભગ 60 ટકા વળતર આપ્યું છે, જ્યારે એક વર્ષમાં તેમાં આશરે 74 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. ત્રણ વર્ષના ગાળામાં શેરે અંદાજે 89 ટકા રિટર્ન આપ્યું છે.

લાંબા ગાળાના રોકાણકારો માટે સૌથી નોંધપાત્ર બાબત એ છે કે છેલ્લા દસ વર્ષમાં કંપનીના શેરે અંદાજે 4,595 ટકા જેટલું મલ્ટિબેગર વળતર આપ્યું હોવાનું જણાવાય છે. મંગળવારે બપોરે કંપનીનો શેર BSE પર આશરે ₹1,571ની આસપાસ કારોબાર કરી રહ્યો હતો.
Train Ticket Booking: રેલ મુસાફરો માટે મોટા સમાચાર!: ઓગસ્ટથી ટ્રેન ટિકિટ બુકિંગમાં થશે મોટો ફેરફાર, જાણો અહીં...

ઊર્જા ક્ષેત્રમાં વ્યૂહાત્મક વિસ્તરણ

ભારતમાં સ્માર્ટ મીટરિંગ, ગ્રીડ આધુનિકીકરણ અને ડિજિટલ એનર્જી મેનેજમેન્ટ પર વધતા ફોકસ વચ્ચે આ સોદાને ઊર્જા ક્ષેત્રના મહત્વપૂર્ણ વિકાસ તરીકે જોવામાં આવી રહ્યો છે. આ અધિગ્રહણ દ્વારા અદાણી ગ્રુપે માત્ર સ્માર્ટ મીટરિંગ ક્ષેત્રમાં પોતાનું પ્રભુત્વ વધાર્યું નથી, પરંતુ વીજ વિતરણ ક્ષેત્રના ડિજિટલ ભવિષ્યમાં પણ મજબૂત દાવેદારી નોંધાવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now