Home Business Itr Filing Benefits Before Deadline Fy 2025 26 Gujarati

ITR Filing: છેલ્લી ઘડીની રાહ જોવી પડશે ભારે! : સમયસર ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાના ૩ મોટા ફાયદા, જાણો શું છે ડેડલાઇન

Income Tax Return 2026
Published by: Viral Patel
Last Updated: Jun 09, 2026, 12:53 PM IST

Income Tax Return 2026: સમયસર ITR ફાઇલ કરવાથી તમે 5000 સુધીની લેટ ફી અને વ્યાજથી બચી શકો છો. આ સાથે જ કેપિટલ લોસ (મૂડી નુકસાન) ને આગામી વર્ષો માટે કેરી ફોરવર્ડ કરવાની તક પણ મળશે. જાણો નવા નિયમો. નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરવાની સીઝન શરૂ થઈ ચૂકી છે. સામાન્ય રીતે જોવા મળે છે કે લાખો કરદાતાઓ રિટર્ન ભરવાની પ્રક્રિયાને છેલ્લી ઘડી સુધી ટાળતા રહે છે. પરંતુ અંતિમ સમયમાં ઇન્કમ ટેક્સ પોર્ટલ પર ભારે ટ્રાફિક અને ટેકનિકલ ખામીઓને કારણે ખોટી માહિતી ભરાઈ જવાનું જોખમ અને લેટ ફી જેવી મુશ્કેલીઓ વધી જાય છે. ટેક્સ નિષ્ણાતો હંમેશા સમય પહેલાં ITR ફાઇલ કરવાની સલાહ આપે છે. ચાલો જાણીએ સમયસર રિટર્ન ભરવાના ૩ સૌથી મોટા ફાયદા અને આ વર્ષની મહત્વની ડેડલાઇન્સ.

EPF ખાતામાં નોમિની બદલવો હવે વધુ સરળ : ઘેર બેઠાં મિનિટોમાં પૂરું કરો કામ, જાણો સંપૂર્ણ સ્ટેપ-બાય-સ્ટેપ પ્રક્રિયા

લેટ ફી અને ભારે વ્યાજમાંથી સીધો બચાવ

નક્કી કરેલી સમયમર્યાદા પછી રિટર્ન ફાઇલ કરવા પર કરદાતાઓએ વધારાનો આર્થિક બોજ ઉઠાવવો પડે છે. નિયમ મુજબ, જો તમારી કુલ વાર્ષિક આવ ₹૫ લાખથી વધુ છે, તો મોડું ફાઇલ કરવા બદલ 5000ની લેટ ફી લાગે છે. જ્યારે 5 લાખ સુધીની આવ ધરાવનારાઓ માટે આ દંડ ₹૧,૦૦૦ છે. આ સિવાય, જો તમારો કોઈ ટેક્સ બાકી નીકળે છે, તો ઇન્કમ ટેક્સ એક્ટની કલમ 234A હેઠળ દર મહિને અથવા મહિનાના ભાગ દીઠ ૧% લેખે અલગથી વ્યાજ પણ ચૂકવવું પડી શકે છે.

કેપિટલ લોસ કેરી ફોરવર્ડ: નુકસાનનો ફાયદો મળશે આગામી વર્ષોમાં!

આ એક એવો અદ્ભુત ફાયદો છે, જેને મોટાભાગના રોકાણકારો ભૂલી જતા હોય છે. જો તમને શેરબજાર, મ્યુચ્યુઅલ ફંડ કે પ્રોપર્ટીમાં કોઈ મૂડી નુકસાન (Capital Loss) થયું હોય, તો આવકવેરાના નિયમો તમને તે નુકસાનને ભવિષ્યના વર્ષોમાં તમારા નફા (Capital Gain) સામે સેટ-ઓફ (ભરપાઈ) કરવાની મંજૂરી આપે છે. આ નુકસાનને આગળના વર્ષોમાં કેરી ફોરવર્ડ કરવાની એકમાત્ર શરત એ છે કે તમારું ITR નિર્ધારિત છેલ્લી તારીખ પહેલાં ફાઇલ થયેલું હોવું જોઈએ. જો તમે નક્કી કરેલી તારીખ સુધીમાં ITR ફાઇલ નહીં કરો, તો મોટાભાગના કિસ્સામાં તમે તે કેપિટલ લોસને આગળના વર્ષોમાં કેરી ફોરવર્ડ નહીં કરી શકો.

સરકારી કર્મચારીઓ માટે મોટી ખુશખબરી! : રૂ.18,000ની સેલરી સીધી રૂ.68,940 સુધી પહોંચી શકે

ફાઇનાન્સિયલ પ્રોફાઇલ મજબૂત બને છે, લોન અને વિઝા મળવા સરળ થાય છે

આજના સમયમાં ITR માત્ર એક ટેક્સ ડોક્યુમેન્ટ નથી, પરંતુ તમારી ફાઇનાન્સિયલ ક્રેડિબિલિટી (નાણાકીય વિશ્વસનીયતા) નો એક મહત્વનો ભાગ છે. જ્યારે તમે હોમ લોન, કાર લોન, પર્સનલ લોન, એજ્યુકેશન લોન, બિઝનેસ લોન કે ક્રેડિટ કાર્ડ અને વિઝા માટે અરજી કરો છો, ત્યારે બેંકો અને નાણાકીય સંસ્થાઓ તમારા છેલ્લા કેટલાક વર્ષોના ITR રેકોર્ડ જોઈને જ તમારી આવક અને નાણાકીય શિસ્તનું મૂલ્યાંકન કરે છે. સમયસર ફાઇલ કરેલું રિટર્ન તમારી મજબૂત નાણાકીય પ્રોફાઇલ દર્શાવે છે.

નોંધી લો આ મહત્વની તારીખો! FY 2025-26 માટે ITR ફાઇલિંગની પ્રમુખ ડેડલાઇન્સ

સમયસર પોતાનું સાચું ફોર્મ પસંદ કરવા અને ભૂલોથી બચવા માટે તમારી કેટેગરી મુજબ છેલ્લી તારીખ ખાસ નોંધી લો..

AIની સૌથી મોટી કંપનીનો આવશે IPO! : 83 લાખ કરોડના મૂલ્યાંકન સાથે OpenAI માર્કેટમાં કરશે એન્ટ્રી

  • પગારદાર કર્મચારીઓ અને રોકાણકારો (ITR-1/ITR-2): ૩૧ જુલાઈ, ૨૦૨૬

  • ફ્રીલાન્સર્સ અને નાના વેપારીઓ (ITR-3/ITR-4): ૩૧ ઓગસ્ટ, ૨૦૨૬

  • ટેક્સ ઓડિટની જરૂરિયાતવાળા કિસ્સાઓ: ૩૧ ઓક્ટોબર, ૨૦૨૬

  • બિલેટેડ રિટર્ન (મોડું રિટર્ન) ફાઇલ કરવાની અંતિમ મર્યાદા: ૩૧ ડિસેમ્બર, ૨૦૨૬

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now