Home Gujarat Action Taken Against Anti Social Elements On Rath Yatra

રથયાત્રા પર પહેલા અસામાજિક તત્વો સામે કાર્યાવાહી : 25 સામે PASA, 20 તડીપાર

રથયાત્રા પર પહેલા અસામાજિક તત્વો સામે કાર્યાવાહી
Published by: OBS Bureau
Last Updated: Jun 19, 2025, 01:51 PM IST

અમદાવાદ: આગામી રથયાત્રાને ધ્યાને લઈ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા બે દિવસમાં ચુસ્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 17 અને 18 જૂનના રોજ શહેરના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં અસામાજીક પ્રવૃત્તિઓ કરતા કુલ 25 ઇસમો સામે પાસા (PID Act) હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ઉપરાંત 20 અન્ય ઇસમો સામે તડીપારની કાર્યવાહી કરવામાં આવી છે.

આ કાર્યવાહી નીચેના પોલીસ સ્ટેશન વિસ્તારોમાં કરવામાં આવી:

અમરાઈવાડી
માધવપુરા
સાબરમતી
કાગડાપીઠ
વટવા
મણીનગર
રામોલ
શહેરકોટડા
કાલુપુર
સરખેજ
સરદારનગર
દાણીલીમડા
રાણીપ
રીવરફ્રંટ વેસ્ટ
ખોખરા

શહેર પોલીસના જણાવ્યા અનુસાર, રથયાત્રા દરમિયાન કોમી એખલાસ જળવાઈ રહે, શાંતિ અને સલામતીનો માહોલ રહેશે તથા કોઈ પણ અસામાજીક તત્વો કાયદાની દાહોળમાં ન છૂટી જાય એ માટે આ પગલાં લીધાં છે.

પોલીસ કમિશનરનું સૂચન

કમિશનર જી.એસ. મલિકે સ્પષ્ટપણે કહ્યું છે કે અસામાજીક તત્વો વિરુદ્ધ આ પ્રકારની કાર્યવાહી સતત ચાલતી રહેશે. સમગ્ર પોલીસ ટીમ રથયાત્રાની સુરક્ષા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે અને શહેરના તમામ પોલીસ અધિકારીઓને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે એ દિશામાં ચોક્કસ પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now