ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા મજબુત થાય તથા લોકોમાં સુરક્ષા અને સલામતી ની લાગણી ગાઢ બને તે માટે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા અસામાજિક ગુંડા તત્વો વિરૂધ્ધ 100 કલાકમાં કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો હતો.
શહેર પોલીસ કમિશનરો અને જિલ્લા પોલીસ વડાઓને આ આદેશ આપવાની સાથે રાજ્ય કક્ષાની મહત્વની એજનસીઓને પણ આ મુદ્દે કાર્યવાહી માટે આદેશ આપવમાં આવ્યો હતો જે અન્વયે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા 15 જેટલાં બુલેગરો વિરુદ્ધ કાર્યવાહી ની યાદી તૈય્યાર કરી દેવામાં આવી છે.
ગુજરાત રાજ્યમાં મોટા પાયે દારૂ-જુગાર, ખનીજ અને કેમીકલ ચોરીની અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલ કુલ-૨૪ અસામાજિક તત્વોનું લીસ્ટ તૈયાર કરી, તેઓના ગેરકાયદેસર બાંધકામ/દબાણ વિગેરે સબંધે કાર્યવાહી કરવા સ્ટેટ મોનીટરીંગ સેલની અલગ-અલગ કુલ- 15 ટીમોને કામગિરી સોંપવામાં આવી હતી. સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમો દ્વારા જરૂરી તપાસ કરી. સબંધિત સરકારી કચેરીઓમાંથી માહિતી મેળવતાં કુલ - 15 અસમાજિક તત્વોની કુલ- 19 ગેરકાયદેસરની મિલકત/દબાણ જણાઈ આવેલ છે.
આ અસામાજિક તત્વો દ્રારા ગેરકાયદેસર રીતે રહેણાંક/કોર્મશીયલ બાંધકામ કરેલ હોવાનું તથા સરકારી જમીન ઉપર ગેરકાયદેસર રીતે બાંધકામ/દબાણ કરેલ હોવાનું જણાઈ આવતાં, તેઓનું ગેરકાયદેસર બાંધકામ/દબાણ દુર કરવા માટે મ્યુનિસિપલ કમિશ્નર, અમદાવાદ શહેર/રાજકોટ શહેર/ સુરત શહેર તથા કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ મહેસાણા / ભરૂચ / કચ્છ / સુરેન્દ્રનગર /જુનાગઢ નાઓને આધાર-પુરાવા સાથેની દરખાસ્ત કરવામાં આવેલ છે જેની નકલ સબંધિત શહેરના પોલીસ કમિશ્નર અને જિલ્લાના પોલીસ વડાઓને પાઠવવામાં આવેલ છે.
સ્ટેટ મોનીટરીંગ સેલની આ તપાસ દરમ્યાન (1) ગીરીશ ઉર્ફે ટોમી ઉંઝા પરષોત્તમભાઈ પટેલ (જુગાર ગેમ્બલર-અમદાવાદ શહેર-મહેસાણા) (2) અલ્તાફ ઉર્ફે છ આંગળી હનીફભાઈ થેમ (પ્રોહી.લીસ્ટેડ બુટલેગર-રાજકોટ શહેર) તથા (3) પુના ભાણાભાઈ ભરવાડ (પ્રોહી.લીસ્ટેડ બુટલેગર- કચ્છ) જિલ્લા દ્વારા પોતાના રહેણાંક મકાનો ભાડાકરાર કે પોલીસમાં કોઈ જાણ કર્યા સિવાય ભાડે આપેલ/લીધેલ હોવાનું જણાઈ આવતાં. સબંધિત મકાનોના માલિકો વિરૂધ્ધ જાહેરનામા ભંગ હેઠળ કાર્યવાહી કરવા માટે સબંધિત પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવેલ છે.
આ ઉપરાંત સોતાજભાઈ હરીસિંહ યાદવ (ખનીજ ચોરી-સુરેન્દ્રનગર) દ્રારા તેમના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે વીજ જોડાણ કરી, વીજ ચોરી કરતાં હોવાનું જણાઈ આવતાં, પી.જી.વી.સી.એલ.ની ટીમ દ્રારા વીજ કનેક્શન કપાવી, પી.જી.વી.સી.એલ. પો.સ્ટે.. સુરેન્દ્રનગર ખાતે ગુનો દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે.
સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા માત્ર ૭૨ કલાકના સમયગાળામાં ઉપરોક્ત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. હવે જોવુ એ રહ્યું કે ક્યા બુટલેગરો પર આગામી કલાકો માં હથોડા ઝીંકાશે?
“કાલે ગાર્ડનમાં બહુ ચરબી કરતો હતો, આજે તો તને પતાવી દેવાનો છે”: આવું કહીને યુવકે પોલીસ કોન્સ્ટેબલને માર માર્યો, અમદાવાદની ઘટનાથી પોલીસ બેડામાં ખળભળાટ






