ભારતીય આર્ય ભજનોપદેશક પરિષદનું વાર્ષિક અધિવેશન ગુરુકુલ કુરુક્ષેત્ર ખાતે સંપન્ન થયું હતું. આ અધિવેશનના મુખ્ય અતિથિ, ગુજરાતના રાજ્યપાલ અને ગુરુકુલ કુરુક્ષેત્રના સંરક્ષક આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, હવે તેઓ પ્રાકૃતિક ખેતીને પણ પોતાનું 'મિશન' બનાવો અને હિન્દી આંદોલન તથા ગૌરક્ષા આંદોલનની જેમ જન-જન સુધી પહોંચાડો.રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે, આર્ય સમાજે હંમેશાં સમાજમાંથી કુરિવાજો, પાખંડ, અંધશ્રદ્ધા અને છુત-અછૂત જેવી સામાજિક બદીઓને દૂર કરી માનવ કલ્યાણનો માર્ગ પ્રશસ્ત કર્યો છે. આજે એવી જ જાગૃતિ ખેતી ક્ષેત્રે લાવવાની જરૂર છે, કારણ કે રાસાયણિક ખેતીમાં ઉપયોગમાં લેવાતા યુરિયા, ડીએપી અને પેસ્ટિસાઈડ્સથી ભૂમિ, પાણી, પર્યાવરણ અને સ્વાસ્થ્ય બધું જ ગંભીર રીતે પ્રભાવિત થઈ રહ્યું છે. આ સંકટનો એકમાત્ર ઉકેલ છે પ્રાકૃતિક ખેતી.
વધુમાં દેવવ્રતજીએ કહ્યું કે, આજે સ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે નાનાં નાનાં બાળકોને પણ કેન્સર જેવી જીવલેણ બીમારીઓ થવા લાગી છે. વૈજ્ઞાનિક અભ્યાસમાં માતાના દુધમાં પણ યુરિયાની પુષ્ટિ થઈ છે. દરેક ઘરમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર જેવી બીમારીઓના દર્દીઓ છે અને તેનું મુખ્ય કારણ છે રાસાયણિક ખેતીથી ઉત્પન્ન થતો આહાર. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ પણ ચેતવણી આપી છે કે, આવતા ૧૦થી ૧૫ વર્ષોમાં ભારતમાં કેન્સર વિસ્ફોટ થઈ શકે છે. આવા સમયમાં માનવ કલ્યાણ અને પ્રકૃતિના રક્ષણ માટે દેશે ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળવું અત્યંત આવશ્યક છે.
કાર્યક્રમની શરૂઆતમાં પરિષદના તમામ સભ્યોએ આચાર્ય દેવવ્રતજીના નેતૃત્વમાં ગુરુકુલના પ્રાકૃતિક કૃષિ ફાર્મનું નિરીક્ષણ કર્યું હતું અને વિવિધ ઉદાહરણોથી પ્રાકૃતિક ખેતીના લાભો પ્રત્યક્ષ નિહાળ્યા હતા. તમામ ઉપસ્થિતોએ આચાર્ય દેવવ્રતજીના પ્રયાસોની પ્રશંસા કરી હતી અને પ્રાકૃતિક કૃષિને સમાજમાં ક્રાંતિ લાવવાનું શક્તિશાળી સાધન ગણાવ્યું હતું.
'ગુજરાતનું અપમાન સહન નહીં થાય': મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મલ્લિકાર્જુન ખડગે સામે આકરા પ્રહાર






