Home Gujarat Acb Arrests Cid Pi And Police Constable For Taking Bribe Of Rs 30 Lakh

ACBનો CID ક્રાઈમ પર સકંજો : CID PI પી કે પટેલ અને કોન્સ્ટેબલ રૂપિયા 30 લાખની લાંચ લેતા ઝડપાયા

ACBનો CID ક્રાઈમ પર સકંજો
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 15, 2025, 01:52 PM IST

રાજ્ય પોલીસમાં હડકંપ જેવી સ્થતિ સર્જાઈ છે,ગુજરાત ACBની ટીમે CID ક્રાઈમ ના CI સેલ પર સકંજો કસ્યો છે.રૂપિયા ૩૦ લાખની લાંચ લેતા CID ક્રાઈમ ના CI સેલ ના ઇન્સ્પેકટર પી કે પટેલ અને પોલીસ કોન્સ્ટેબલ વિપુલ દેસાઈને રૂપિયા ૩૦ લાખની લાંચ લેવા અને માંગવાના આરોપસર ધરપકડ કરી છે.

CID ક્રાઈમના ગાંધીનગર ઝોન પોલીસ મથકે નોંધાયેલ ગુનાના કેસમાં બે વ્યક્તિઓ પાસે કોઈ કાર્યવાહી નહિ કરવા માટે સી આઈ આડી ક્રાઈમના સી આઈ સેલના સ્ટાફ દ્વારા રૂપિયા ૩૦ લાખની લાંચ માંગવામાં આવી હતી આ બંને વ્યક્તિઓએ આ અંગે ACBને ફરિયાદ કરતા ACBના અમદાવદ શહેર યુનિટની ટીમે ગાંધીનગરમાં છટકું ગોઠવી પ્રથમ કોન્સ્ટેબલ અને ત્યાર બાદ પી આઈને ઝડપી પાડ્યા છે.ગાંધીનગરના સરગાસણમાં સ્વાગત સિટી મોલ નજીક કોન્સ્ટેબલ વિપુલ દેસાઈને રૂપિયા ૩૦ લાખ આપવા માટે બોલાવ્યા હતા અહી રકમની લેવડ દેવદ થઇ રહી હતી ત્યારેજ ACB ની ટીમ પ્રગટ થઇ અને એજ દરમ્યાન કોન્સ્ટેબલ વિપુલ દેસાઈ તેઓના પી આઈ પેથાભાઈ કરમશી પટેલ એટલે કે પી કે પટેલ સાથે વાત કરી રહ્યા હતા,ACB એ પંચનામા સહિતની કાનૂની કાર્યવાહી પૂર્ણ કરી બંનેની ધરપકડ કરી છે.

શું હતો સમગ્ર મામલો

વર્ષ 2024માં CID ક્રાઈમ દ્વારા ગીફ્ટ સીટી ક્લબ ગાંધીનગરમાથી એક આરોપીને ઝડપવામાં આવ્યો હતો,જે ગોવામાં કોલ સેન્ટર ચલાવતો હતો,ત્યાર બાદ સી આઈડી ક્રાઈમની ટીમે ગોવામાં કોલ સેન્ટર પર રેડ કરી 23 આરોપીઓની ધરપકડ કરી હતી,આ 23 પૈકી કેટલાકના અમદાવાદના લોકો સાથે સંપર્કો ખુલ્યા હતા,અને કેટલાક એવા લોકો હતા જેઓના નામો ભૂતકાળમાં ગેરકાયદેસર કોલ સેન્ટર કેસો સાથે સંકળાયેલા હતા આવા આરોપીઓને પૂછપરછના નામે નોટીસ પાઠવી CID ક્રાઈમના કેટલાક અધિકારીઓ દ્વારા તેઓને ધમકાવવામાં આવતા હતા અને રૂપિયા પડાવવાનો ધંધો શરુ થયો હતો,આવીજ રીતે ભૂતકાળમાં અમદાવાદમાં કોલ સેન્ટર કેસમાં સંકળાયેલ એક વ્યક્તિ અને તેઓના મિત્ર મિહિર દેસાઈને પી આઈ પી કે પટેલે નોટીસ પાઠવી તેને પણ આ કેસમાં સંડોવી દેવા માટે ધમકી આપી હતી,જો કેસમાં કાર્યવાહીથી બચવું હોય તો દોઢ થી બે કરોડ રૂપિયા આપવા પી આઈ પટેલ દ્વારા કહેવાયું હતું,પરંતુ આ વ્યક્તિ આવી કોઈ પ્રવુત્તિમાં સામેલ નહિ હોવાથી તેને ACB નો સંપર્ક કર્યો હતો અને ACBએ છટકું ગોઠવી પ્રથમ કોન્સ્ટેબલ અને ત્યાર બાદ પોલીસ ઇન્સ્પેકટરને ઝડપી પાડ્યા

લાંચની કેટલી રકમ માંગવામાં આવી હતી તેવો પ્રશ્ન કરતા ACB ના આસીસ્ટન્ટ ડાયરેક્ટર ગંભીરસિંહ પઢેરીયાએ જણાવ્યું કે બંને પક્ષો પાસેથી અલગ અલગ રકમનો આંકડો મળી રહ્યો છે,પરંતુ દોઢથી બે કરોડ રૂપિયાની માંગણી કરી હોવાની વિગતો મળી રહી છે, છેલ્લે રૂપિયા ૩૦ લાખ આપવાનું નક્કી થયું હતું,અમે એ બાબતની ખરાઈ કરી રહ્યા છે કે ચોક્કસ કેટલી રકમ માંગવામાં આવી હતી.

લાંચ લેતા ઝડપાયેલ PI પી કે પટેલ અગાઉ ACBમાંજ ફરજ પર હતા

CID ક્રાઈમના CI સેલના ઇન્સ્પેકટર પી કે પટેલ વર્ષ 2013માં ગુજરાત પોલીસમાં PSI તરીકે જોડાયા હતા, PSI તરીકે તેઓએ અમદાવાદ શહેર,પાટણ સુરત, અને ભુજ ખાતે ફરજ બજાવી હતી.વર્ષ 2019માં તેઓને પી આઈ તરીકે બઢતી મળી હતી અને ACBમાં તેઓની નિમણુક થઇ હતી,વર્ષ 2023 સુધી પી કે પટેલે ACBમાં ફરજ બજાવ્યા બાદ CID ક્રાઈમમાં બદલી થઇ હતી.

CID માંથી ખોટી રીતે ધમકીઓ આપવામાં આવતી હોય તો ACBનો સંપર્ક કરો

ACB ના આસીસ્ટન્ટ ડાયરેક્ટર ગંભીરસિંહ પઢેરીયાએ એવા લોકોને અપીલ કરી છે કે જેઓ CID ક્રાઈમની ખોટી રંજાડનો ભોગ બન્યા હોય,જો ખોટી રીતે કેસમાં સંડોવી દેવાની ધમકી આપી કોઈ પણ વ્યક્તિ પાસે CID ક્રાઈમના કોઈ અધિકારી કર્મચારી દ્વારા રૂપિયાની માંગ કરવામાં અવી હોય તો તેઓએ ACBનો સંપર્ક કરવો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now