જમીનમાં KJP દુરસ્તી સુધારો કરવા ડી.આઇ.એલ.આર. કચેરી ખાતે વ્યવહાર કરવાના નામ પર રૂપિયા પાંચ લાખની લાંચ માંગનાર ડી.આઇ.એલ.આર. કચેરીના લાયસન્સી સર્વેયર અને બે જમીન દલાલ સહિત ત્રણ વ્યક્તિઓને ગાંધીનગર ACBની ટીમે રૂપિયા પાંચ લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી સર્ચ સહિતની કાર્યવાહી શરૂ કરી છે.
અમદાવાદના વાડજમાં આવેલી ડી.આઇ.એલ.આર. કચેરીમાં કોઈ પણ કામ કરાવવા માટે દલાલોની દખલગીરી વિના કામ નહીં થતું હોવાની ફરિયાદો લાંબા સમયથી ચાલતી હતી. દલાલો અને જમીન માફિયાઓની મિલીભાગત થી અધિકારીઓ બેફામ ભ્રષ્ટાચાર આચર્તા હોવાની ઉચ્ચ સ્તરે સુધી ફરિયાદો થયેલી છે.આવી ફરિયાદોને સમર્થન આપતો કિસ્સો સામે આવતા ગુજરાત ACB દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.
એક મહિલા તેની માલિકીની જમીનમાં KJP દુરસ્તી સુધારો કરવા ડી.આઇ.એલ.આર. કચેરી ખાતે ધક્કા ખાઈ રહી હતી ડી.આઇ.એલ.આર. કચેરીના સરકાર માન્ય લાયસન્સી સર્વેયર ગૌતમભાઇ યાજ્ઞીક પાસે તે KJP દુરસ્તી સુધારાય માટે ગઈ હતી સર્વેયર ગૌતમે જણાવ્યું હતું કે KJP દુરસ્તી સુધારો કરવો હોય તો ડી.આઇ.એલ.આર. કચેરી ખાતે વ્યવહાર કરવો પડશે સર્વેયર ગૌતમ યાગ્નિકે પ્રથમ તો મોટી રકમ માંગી હતી પરંતુ રકઝકને અંતે રૂપિયા પાંચ લાખ આપવાનું નક્કી કર્યું હતું.
ગૌતમ યાજ્ઞિકે 5 લાખ નવગણસિંહ ડોડીયાને આપી દેવા જણાવ્યું
આ મહિલાએ સમગ્ર મામલે પોતાના ભાઈ અને પરિવારજનો સાથે ચર્ચા કરી હતી અને નક્કી કર્યું હતું કે રૂપિયા 5 લાખ જેલી મોટી રકમની લાંચ આપવાને બદલે ACBને ફરિયાદ કરવી,બંને ભાઈ-બહેને ACBના અધિકારીઓ પાસે રૂબરૂ પહોંચી સમગ્ર બાબતથી ACB અધિકારીઓને વાકેફ કર્યા હતા અને ફરિયાદ નોંધાવી હતી ACB અધિકારીઓએ નિયમાનુસાર પંચો રૂબરૂ છટકું ગોઠવી રૂપિયા 5 લાખની લેવડ દેવડ માટે મહિલાના ભાઈને
સર્વેયર ગૌતમ યાગ્નિક સાથે વાત કરાવી હતી. ગૌતમ યાજ્ઞિકે રૂપિયા 5 લાખ ની રકમ નવગણસિંહ ખુમાનસિંહ ડોડીયા નામના ઈસમ ને આપી દેવા જણાવ્યું હતું.
ACBના અધિકરીઓના માર્ગદર્શન મુજબ મહિલાના ભાઈએ નવગણસિંહ ખુમાનસિંહ ડોડીયા સાથે વાત કરતા નવગણસિંહ ખુમાનસિંહ ડોડીયાએ બોપલ આંબલી ચાર રસ્તાની ડાબી બાજુએ આવેલ હોન્ડા શો રૂમ આગળ રકમ લઈને આવવાનું જણાવ્યું હતું. જેથી જમીન મલિક મહિલાના ભાઈએ બોપલ પહોંચી નવગણસિંહ ડોડીયાને રકમ આપી રહ્યા હતા ત્યારે તેઓની સાથે મનિષ ધીરૂભાઇ પગી નામનો અન્ય એક વ્યક્તિ પણ સાથે હતો જે બંનેએ જમીનમાં KJP દુરસ્તી સુધારો કરવા અને રૂપિયા 5 લાખની રકમની લેવડ દેવડ વિષે જમીન માલિકના ભાઈ સાથે વાતચીત કરી રહ્યા હતા અને રૂપિયા 5 લાખની રકમ આ બંનેએ સ્વીકારતાની સાથેજ આસપાસ ખાનગી કપડાંમાં સજ્જ ACBની ટીમના સદસ્યો આજુબાજુથી ત્રાટક્યા હતા અને બંનેને રૂપિયા 5 લાખની રકમ સ્વીકારતા રંગે હાથ ઝડપી પાડયા હતા,
ACBની ટીમે આ બંનેની પ્રાથમિક પૂછપરછ કરતાં તેઓ જમીન દલાલ હોવાનું અને સર્વેયર ગૌતમ યાગ્નિકના કહેવાથી લાંચ ની આ રકમ લઈ રહ્યા હોવાની કબૂલાત કરતાં ACB ની બીજી ટીમે સર્વેયર ગૌતમ યાગ્નિક ને પણ અટકાયત માં લઈ ત્રણેય વિરુદ્ધ લાંચ રૂશ્વત વિરોધી ધારાઓ ની કલમો મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
ત્રણેયના રિમાન્ડ મેળવવામાં આવશે
ACB સૂત્રોના જણાવ્યા અનુસાર ત્રણેયની ધરપકડ પછીની જરૂરી કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે.ત્રણેયના નિવાસો અને ઓફિસ પર સર્ચ કરવામાં આવ્યું છે. સર્વેયર ગૌતમ યાગ્નિકના લાયસન્સ અંગે તપાસ કરવામાં આવી રહી છે. ત્રણેયને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આવશે અને વધુ પૂછપરછ તથા તપાસ કરવામાં આવશે.
5 લાખની લાંચના ભાગીદાર કોણ કોણ ? સિનિયર અધિકારી પર ACB સકંજો કસશે ?
સર્વેયર ગૌતમ યાજ્ઞિકે જમીન મલિક મહિલાને જણાવ્યું હતું કે ” KJP દુરસ્તી સુધારો કરવો હોય તો ડી.આઇ.એલ.આર. કચેરી ખાતે વ્યવહાર કરવો પડશે” તો આ વ્યવહાર કયા કયા અધિકારીને કરવાનો હતો અને કોણે કેટલો “હિસ્સો” આપવાનો કે મળવાનો હતો તે અંગે શું ACB તપાસ કરશે કે પછી માત્ર ત્રણ જણાનેજ ઝડપી સંતોષ માણી લેશે? લાંચના મોટા ભાગના કિસ્સામાં લાંચ માંગનાર અને લાંચ સ્વીકારનાર કરતાં તેઓની ઉપરના “સિનિયર બાબુઓ” અને “વરિષ્ઠ અધિકારીઓ” વધુ અને સંપૂર્ણ જવાબદાર હોય છે. છતાં ACB અધિકારીઓ માત્ર નાના કર્મચારીઓ કે ખાનગી માણસોને ઝડપી સંતોષ માણી લેતા હોય છ. આ કિસામાં જો ACB ઊંડાણપૂર્વક તપાસ કરશે તો મોટા માથાઓના નામ બહાર આવવાની શક્યતા રહેલી છે.






