Home Gujarat Ac Was Switched Off In The Plane Only When The Flight Took Off From London

લંડનથી અમદાવાદ પહોંચેલા સુરતના મુસાફરની આપવીતી : લંડનથી ફ્લાઈટ ઊપડી ત્યારે જ પ્લેનમાં AC બંધ હતું

લંડનથી અમદાવાદ પહોંચેલા સુરતના મુસાફરની આપવીતી
Published by: OBS Bureau
Last Updated: Jun 14, 2025, 08:02 AM IST

અમદાવાદ પ્લેન દુર્ઘટનાએ આખા દેશને હચમચાવી દીધો છે..અનેક લોકોના મોત પણ નિપજ્યા છે.પ્લેન દુર્ઘટના થવાના મામલે સુરતના એક મુસાફર હિનાબેન કાલરિયાએ પોતાની આપવીતી વર્ણવી છે. તેઓ આ ક્રેશ થયેલી ફ્લાઈટમાં જ લંડનથી અમદાવાદ માત્ર દોઢ કલાક પહેલાં જ ઊતર્યાં હતાં. ફ્લાઈટમાં અનેક ક્ષતિઓ હોવાનું હિના બહેને જણાવ્યું છે..આ દુર્ઘટનાથી પોતાનો ચમત્કારિક રીતે બચાવ થતા ભગવાનનો આભાર પણ માન્યો

હિનાબેને ફ્લાઈટની ખામીઓ વિશે જણાવ્યું હતું કે "લંડનથી ફ્લાઈટ ઊપડી ત્યારે શરૂઆતમાં જ પ્લેનનું AC બંધ હતું. પ્લેનની અંદર રાખવામાં આવેલાં તમામ ડિસ્પ્લે પણ બંધ હતાં. જ્યારે અમે એર હોસ્ટેસને રજૂઆત કરી ત્યારે તેમણે મોબાઈલ અપડેટ કરવા કહ્યું અને ટેક્નિકલ ખામીને કારણે ડિસ્પ્લે બંધ થવાનું જણાવ્યું હતું.

હિનાબેને કહ્યું હતું કે પ્લેન અમદાવાદમાં લેન્ડિંગ થતું હતું ત્યારે ખખડધજ અવાજ આવતો હતો. જૂની એસટી બસની જેમ પ્લેનમાં લેન્ડ સમયે અવાજ આવતો હતો. જેના કારણે મને ખૂબ જ ડર લાગતો હતો. દુર્ઘટના વિશે જાણ થતા જ હિનાબેનને લોકોના ફોન આવવા લાગ્યા. તેમણે કહ્યું આ ઘટના સાંભળી હું ભગવાનનો આભાર માનું છું. ભગવાને મને બચાવી.જે લોકો આ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે તેમનું પણ ખૂબ જ દુઃખ થઈ રહ્યું છે

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now