Google Photos : આજના સમયમાં સ્માર્ટફોન આપણી જિંદગીનો અભિન્ન હિસ્સો બની ગયો છે. આપણે ગમે ત્યાં જઈએ, ફોટા અને વીડિયો લેવાનું ચૂકતા નથી. પરંતુ સમસ્યા ત્યારે શરૂ થાય છે જ્યારે ફોનની સ્ક્રીન પર 'Storage Full' નું નોટિફિકેશન આવે છે. વધુ સ્ટોરેજવાળા ફોન મોંઘા હોય છે, તેથી દરેક વ્યક્તિ મોંઘો ફોન ખરીદી શકતી નથી. ઘણીવાર આપણા ફોનમાં એક જ પ્રકારના અનેક ડુપ્લીકેટ ફોટા અને વોટ્સએપના ફોરવર્ડ મેસેજ ભરાઈ જાય છે. જો તમે પણ આ સમસ્યાથી હેરાન થઈ ગયા છો, તો ગૂગલ ફોટોઝ (Google Photos) નું એક ખાસ ફીચર તમારા માટે જાદુ જેવું કામ કરી શકે છે.
સ્ટોરેજ ખાલી કરવાના ફાયદા
તમારા ફોનનું સ્ટોરેજ ખાલી રાખવાથી માત્ર જગ્યા જ નથી વધતી, પણ ફોનનું પર્ફોર્મન્સ પણ સુધરે છે. ફોન હેંગ થતો અટકે છે અને એપ્સ ઝડપથી ખુલે છે. આ સિવાય, તમારી ફોટો લાઇબ્રેરી વ્યવસ્થિત બને છે, જેથી તમારે કામનો ફોટો શોધવા માટે હજારો ફોટાઓ વચ્ચે ભટકવું પડતું નથી.
સૌથી પહેલું અને મહત્વનું કામ : બેકઅપ
કોઈપણ ફોટો ડિલીટ કરતા પહેલા તે સુરક્ષિત છે કે નહીં તે તપાસવું જરૂરી છે.
સૌ પ્રથમ Google Photos એપ ખોલો.
જમણી બાજુ ઉપરના ખૂણે તમારા પ્રોફાઇલ આઇકોન પર ક્લિક કરો.
'Photos Settings' માં જઈને 'Backup & Sync' ઓન કરો. આનાથી તમારા બધા ફોટા ગૂગલના ક્લાઉડ પર સુરક્ષિત થઈ જશે, જેથી ફોનમાંથી ડિલીટ કર્યા પછી પણ તમે તેને ગમે ત્યારે જોઈ શકશો.
'ફ્રી અપ સ્પેસ' (Free Up Space) ફીચરનો ઉપયોગ
ગૂગલ ફોટોઝમાં 'Free up space' નામનું એક ટૂલ છે. જ્યારે તમે આના પર ક્લિક કરો છો, ત્યારે એપ એવા ફોટા ઓળખે છે, જેનો બેકઅપ ઓલરેડી લેવાઈ ગયો છે. તે તમારા ફોનની મેમરીમાંથી તે ફોટા કાઢી નાખે છે પરંતુ તે ગૂગલ ક્લાઉડમાં સેવ રહે છે. આ રીતે તમે એકસાથે સેંકડો MB કે GB ડેટા ખાલી કરી શકો છો.
સજેશન ડિલીશન (Suggest Deletion) ટૂલ
ઘણીવાર આપણા ફોનમાં ધૂંધળા (Blur) ફોટા કે નકામા સ્ક્રીનશોટ્સ પડ્યા હોય છે.
એપમાં 'Library' ટેબમાં જાઓ અને 'Utilities' પર ક્લિક કરો.
અહીં તમને 'Suggest Deletion' નો વિકલ્પ મળશે.
આ ફીચર આપમેળે ખરાબ ક્વોલિટીના અને ડુપ્લીકેટ ફોટા બતાવશે, જેને તમે એકસાથે ડિલીટ કરી શકો છો.
મોટા વીડિયોને આર્કાઇવ કરો
ફોટા કરતા વીડિયો વધુ જગ્યા રોકે છે. ગૂગલ ફોટોઝમાં મોટા વીડિયો શોધો, તેના પર લોંગ પ્રેસ કરો અને 'Move to Archive' પસંદ કરો. આનાથી તે તમારી મેઈન ફીડમાંથી હટી જશે અને ક્લાઉડમાં સુરક્ષિત રહેશે, જેનાથી તમારા ફોનની લોકલ મેમરીમાં જગ્યા થશે.




















