વડોદરા શહેરમાં આમ આદમી પાર્ટીની વિજય સંદેશ યાત્રા યોજાઈ હતી. આ દરમિયાન AAP પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવીએ ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, ''વિસાવદરમાં ભાજપે કોંગ્રેસને પણ ઠપકો આપ્યો કે, તમે વધારે મત લઈ ના શક્યા, તમને રૂપિયાથી લઈ બધી જ છૂટ હતી, તો બીજી તરફ ચૈતર વસાવા ભાજપના ભ્રષ્ટાચારને ખુલો પાડી રહ્યાં હતા''
''...પેટમાં તેલ રેડાયું છે''
વધુમાં કહ્યું કે, ''ગરીબોને આપવામાં આવતી મનરેગા યોજનામાં ભાજપના નેતા 2 હજાર કરોડથી વધુ રૂપિયા આદિવાસીઓના લૂંટી લીધા અને જેનો ખુલાસો ચૈતર વસાવાએ કર્યો જેનાથી ભાજપના પેટમાં તેલ રેડાયું અને બીજા નેતાઓ પણ વન-બાય વન ખુલા પડી રહ્યાં હતા, એટલા માટે ચૈતર વસાવા ઉપર ખોટો હુમલો કરવામાં આવ્યો''
''અમે ભાજપને ચેલેન્જ ફેંકીએ છીએ....''
ઈસુદાન ગઢવીએ કહ્યું કે, ''ચૈતર વસાવાની ફરિયાદ લેવાના બદલે તેમના ઉપર ફરિયાદ નોંધવામાં આવી, પરંતુ અમે જેલથી ડરી જઈએ તેમ નથી. અમે ભાજપને ચેલેન્જ ફેંકીએ છીએ કે, તમારામાં તાકાત હોય તેટલા દિવસ જેલમાં લગાડી દેજો, 10 તારીખે કોર્ટની સુનાવણી છે અને અમને કોર્ટ ઉપર પૂરો વિશ્વાસ છે''. વધુમાં કહ્યું કે, ''પૂરા ગુજરાતમાં ભાજપ મજાક બની ગયું છે, અમારા બીજા કાર્યકર્તા સુરેન્દ્રનગરના છે તેમના ઉપર પણ 307ની કલમ લગાડી છે''.
''...આ બધા ધંધા કરી રહ્યાં છે''
પોલીસ પર આક્ષેપ કરતા કહ્યું કે, ''રાજ્યના પોલીસ વડાને એક્સ્ટેન્શન મળ્યું છે ત્યારે આ બધા ધંધા કરી રહ્યાં છે''
વિજય સંદેશ યાત્રા
વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાની જીતને લઈ વડોદરા શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા વિજય સંદેશ યાત્રા યોજાઈ હતી. આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહા મંત્રી મનોજ સોરઠીયા સહિત પ્રદેશના અગ્રણીઓ આ યાત્રામાં જોડાયા હતા.





