2 જુલાઈ, બુધવારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે અમદાવાદમાં સદસ્યતા અભિયાનની શરૂઆત કરી. આ પ્રસંગે આયોજિત સભામાં તેમણે ભાજપ તથા કોંગ્રેસ સામે ઉગ્ર શબ્દોમાં આક્ષેપો કર્યા. કેજરીવાલે કહ્યુ કે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પ્રેમી-પ્રેમિકાનું ગુપ્ત સંબંધ છે, જે આખરે રાજ્યના લોકહિત વિરુદ્ધ કાર્ય કરે છે.
પાર્ટીમાં ઉત્સાહ, પરંતુ અસ્તિત્વમાં અંદરો અંદર અસંતોષ
વિસાવદર પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીની જીત બાદ પાર્ટીમાં નવો ઉમંગ જોવા મળ્યો છે. પાર્ટીએ હવે આગામી કોર્પોરેશન, જિલ્લા પંચાયત અને 2027ની વિધાનસભા ચૂંટણી માટે કમર કસી છે. આ અભિયાનના આરંભ સાથે જ પાર્ટી ગુજરાતમાં પોતાની પકડ મજબૂત કરવાનો પ્રયત્ન કરી રહી છે. ત્યારે ઉમેશ મકવાણા બાદ ગારિયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણી પાર્ટીથી નારાજ હોય એમ લાગી રહ્યું છે.
કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસ પર ગંભીર આરોપ મૂકતા કહ્યું કે, તેઓએ પોતાની પોતાની કંપનીઓ ખોલી છે અને સરકારમાંથી ફાયદા ઉઠાવે છે. તેમણે કહ્યું, “30 વર્ષથી ભાજપે ગુજરાતમાં શાસન કર્યું કારણ કે કોંગ્રેસ તેમને સાથ આપે છે. કોંગ્રેસ ભાજપનાં ખિસ્સામાં છે, જેના કારણે લોકો પાસે વિકલ્પ નહોતો. હવે સામાન્ય જનતા માટે આમ આદમી પાર્ટી એક મજબૂત વિકલ્પ બનીને ઉભરી છે.
'બંને ગુપ્ત રીતે મળે છે'
આપના રાષ્ટ્રીય સંયોજકે વધુમાં કહ્યું, "કોંગ્રેસ ફક્ત ભાજપ માટે કામ કરે છે. તે ફક્ત આમ આદમી પાર્ટી છે જે દેશની સેવા કરે છે. જે ગુજરાતની જનતાની સેવા કરે છે. મેં કોઈને પૂછ્યું કે કોંગ્રેસ અને ભાજપ વચ્ચેના આ સંબંધને શું કહેવાય? શું આ ભાઈ-બહેનનો સંબંધ છે કે પતિ-પત્નીનો સંબંધ. ન તો આ ભાઈ-બહેનનો સંબંધ છે કે ન તો પતિ-પત્નીનો સંબંધ છે. આ પ્રેમી-પ્રેમિકાનો સંબંધ છે જે ગુપ્ત રીતે મળે છે. તેઓ બધું ગુપ્ત રીતે કરે છે. આ પ્રેમી-પ્રેમિકાનો સંબંધ છે, તેમનાથી દૂર રહો, તેઓ ખૂબ જ ખતરનાક છે."
"પ્રેમી-પ્રેમિકાનો સંબંધ છે" – ગુપ્ત સાંઠગાંઠનો આરોપ
પછી કેજરીવાલે એક ઉદાહરણ આપતાં કહ્યું કે મેં કોઈ વ્યક્તિને પૂછ્યું કે ગુજરાતમાં કોંગ્રેસ અને ભાજપના સંબંધને તમે શું માનો છો ? ભાઈ-બહેન કે પતિ-પત્ની? કેજરીવાલે જવાબ આપ્યો કે ન તો એ ભાઈ બહેન છે અને ન તો પતિ - પત્ની...આ તો પ્રેમી - પ્રેમિકાનો સંબંધ છે....જે છુપાઈને મળે છે અને ગુપ્ત રીતે કામ કરે છે.
2027માં પરિવર્તન લાવશે AAP – કેજરીવાલનો વિશ્વાસ
અંતે, કેજરીવાલે વિશ્વાસ વ્યક્ત કર્યો કે 2027માં ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે. તેમણે જણાવ્યું કે વિસાવદરની જીત માત્ર પ્રારંભ છે – એક પ્રકારની સેમી-ફાઇનલ હતી – અને આગામી વિધાનસભા ચૂંટણીમાં સમાપ્ત થશે. “હવે શાસન નેતાઓનું નહીં, પરંતુ જનતાનું હશે,” એવું તેમણે કહ્યું.
बीजेपी और कांग्रेस का रिश्ता बिल्कुल प्रेमी-प्रेमिका जैसा है - जो रात में चोरी-छिपे मिलते हैं। pic.twitter.com/8ccqavel8B
— Arvind Kejriwal (@ArvindKejriwal) July 2, 2025






