સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન યુનિવર્સિટીના વિદ્યાર્થી પૃથુ દિલિપભાઈ વટાલિયાએ વર્લ્ડ રેકોર્ડ બુકમાં નામ નોંધાવ્યું છે. જે યુનિવર્સિટી માટે ગર્વની ક્ષણ બની છે. અપાર એકાગ્રતા, તાકાત, સંતુલન અને યોગ શિસ્તતાનું પ્રદર્શન કરતાં પૃથુએ તિતિભાસન તરીકે ઓળખાતા એડવાન્સ્ડ ફાયરફ્લાય પોઝમાં એક મિનિટમાં 72 વિંગ પુશ-અપ્સ કર્યા હતાં. તેની આ સિદ્ધિને વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયા દ્વારા 'એક મિનિટમાં ફાયરફ્લાય પોઝમાં સૌથી વધુ વિંગ પુશ-અપ્સ માટે વર્લ્ડ રેકોર્ડ તરીકે માન્યતા આપવામાં આવી છે.
આ સિદ્ધિએ સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન યુનિવર્સિટી માટે નોંધનીય સફળતામાં ઉમેરો કર્યો છે. ગાંધીનગરમાં રહેતાં પૃથુ એક ઉત્સાહી અને પ્રતિબદ્ધ યોગ સાધક છે. તે હાલ યુનિવર્સિટી સાથે સંલગ્ન સ્વર્ણિમ સાયન્સ કોલેજમાં કેમેસ્ટ્રીમાં એમએસસીનો અભ્યાસ કરી રહ્યો છે. શૈક્ષણિક શ્રેષ્ઠતા ઉપરાંત પૃથુ જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે યોગાસન ચેમ્પિયન તરીકે ઉભરી આવ્યો છે.
પૃથુ આઠ વર્ષની વયથી યોગાસન કરી રહ્યો છે. પોતાના વર્લ્ડ રેકોર્ડ પર આનંદ વ્યક્ત કરતાં પૃથુએ જણાવ્યું કે, આ રેકોર્ડ માત્ર શારીરિક ક્ષમતાઓ માટે નથી, પરંતુ મગજ, શરીર અને શ્વાસ સાથેના તાલમેલનું પરિણામ છે, જે યોગાસન શીખવાડે છે. સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશ યુનિવર્સિટીએ મને મારા શૈક્ષણિક ઉપરાંત પર્સનલ લક્ષ્યાંકને હાંસલ કરવા પ્રોત્સાહક માહોલ પૂરો પાડ્યો છે.
'ગુજરાતનું અપમાન સહન નહીં થાય': મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મલ્લિકાર્જુન ખડગે સામે આકરા પ્રહાર






