Home Gujarat A Woman Was Injured When A Slab Of A Building Collapsed In Juhapura

જુહાપુરામાં મકાનનો સ્લેબ ધરાશાયી : ઘાયલ મહિલાને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

જુહાપુરામાં મકાનનો સ્લેબ ધરાશાયી
Published by: OBS Bureau
Last Updated: Jun 30, 2025, 06:28 AM IST

અમદાવાદમાં ચોમાસાની સિઝનમાં જૂના અને જર્જરિત મકાનોના સ્લેબ ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી રહી છે. શહેરના જુહાપુરા વિસ્તારમાં જુના મકાનનો સ્લેબ ધરાશાયી થતાં એક મહિલા ઘાયલ થઈ હતી. ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

જૂનું મકાન ધરાશાયી થતા એક મહિલા ઘાયલ

મળતી માહિતી પ્રમાણે અમદાવાદના જૂહાપુરામાં વિશાલા બરફ ફેક્ટરી પાસેની નુરે ઇલાહી સોસાયટીમાં જૂના મકાનનો સ્લેબ ધરાશાયી થયો હતો. સ્લેબ ધરાશાયી થતાં એક મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી. મહિલાને વધુ સારવાર માટે હોસ્પિટલમા ખસેડવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ પહોંચી ગઈ હતી. ફાયર વિભાગે સ્લેબના કાટમાળને ખસેડવા કામગીરી હાથ ધરી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now