અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ કેન્દ્ર સરકાર દ્વારા નવા નિયમો નોટિફાઇ કરવામાં આવ્યા છે જે મુજબ દરેક એરપોર્ટની આસપાસ એક સર્વે કરવામાં આવશે જેમાં નડતરરૂપ વૃક્ષો બિલ્ડીંગો વગેરેને દૂર કરવામાં આવશે. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા 60 દિવસનો સમય આપવામાં આવ્યો છે. સામાન્ય રીતે નડતરરૂપ વસ્તુઓ રનવેથી કેટલી દૂર કે નજીક છે તેના આધારે કેલ્ક્યુલેશન કરીને નક્કી કરવામાં આવશે. અમદાવાદ જિલ્લા કલેકટર એ આ મુદ્દે જણાવ્યું હતું કે અમદાવાદમાં સિવિલ એવિએશનના પ્રોટોકોલ મુજબ મહાનગરપાલિકા, ટ્રાફિક પોલીસ, એસ્ટેટ વિભાગ અને ગાર્ડન વિભાગ દ્વારા આગામી સમયમાં સર્વે બાદ નડતર રૂપ વસ્તુઓ દૂર કરવામાં આવશે. જ્યારે પ્રાથમિક સર્વે સિવિલ એવીએશન અને મહાનગરપાલિકાની ટીમ દ્વારા કરવામાં આવશે.
મહાનગરપાલિકા, ટ્રાફિક, મહાનગરપાલિકાના એસ્ટેટ અને ગાર્ડન વિભાગ સાથે સંકલન કરી સિવિલ એવિએશનના પ્રોટોકોલ મુજબ જે દૂર કરવાનું હોય છે તે દૂર કરાશે. પ્રાથમિક રીતે સિવિલ એવિએશન અને મનપાની ટીમ બનાવી સર્વે કરી જે અડચણરૂપ હશે તેને દૂર કરાશે.અમદાવાદ એરપોર્ટ પરથી લંડન જવા નીકળેલું એર ઈન્ડિયાનું વિમાન 12મી જૂને ટેક ઓફ થયાની બે મિનિટમાં જ ક્રેશ થયું હતું. વિમાનમાં યાત્રિકો અને ક્રુ સહિત 242 લોકો સવાર હતા. જેમાં એક મુસાફરનો ચમત્કારિક બચાવ થયો હતો. જ્યારે અન્ય 241 યાત્રિકોના મોત નિપજ્યા હતા. જ્યારે અતુલ્યમ હોસ્ટેલમાં હાજર ડોકટર્સ અને આસપાસના વિસ્તારમાં રહેલા લોકોના પણ મોત નિપજ્યા હતા.
'ગુજરાતનું અપમાન સહન નહીં થાય': મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મલ્લિકાર્જુન ખડગે સામે આકરા પ્રહાર






