Home Gujarat A Partner In Rajkot Beat Up A Female Partner In A Cattle Raid

રાજકોટમાં મહિલા પર 'તૂટી પડ્યો' ભાગીદાર! : આડેધડ માર માર્યો, પછાડી વાળ ખેંચ્યા, ક્રૂરતાની હદ વટાવી

રાજકોટમાં મહિલા પર 'તૂટી પડ્યો' ભાગીદાર!
Published by: OBS Bureau
Last Updated: Dec 11, 2025, 09:06 AM IST

Rajkot Partner Fight : રાજકોટ શહેરના શિતલપાર્ક નજીક ધ સ્પાયર-2 બિલ્ડિંગમાં ઓફિસમાં મહિલા ભાગીદાર પર થયેલા હુમલાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. 36 વર્ષીય મહિલાએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં જાણ થઈ છે કે, આકાશવાણી ચોક વિસ્તારમાં રહેતા મૌલિક નાદપરા નામના તેના બિઝનેસ પાર્ટનરે શારીરિક હુમલો કર્યો હતો. ઘટનાક્રમ શીતલ પાર્ક વિસ્તારમાં આવેલી ‘ધ સ્પાયર–2’ બિલ્ડિંગમાં બની હતી, જ્યાં બંનેની ધંધાની કામગીરી ચાલતી હતી.

ધંધામાં ધ્યાન આપવાનું કહેતા કરી મારામારી

મહિલાની ફરિયાદ અનુસાર, તેમણે મૌલિકને ધંધામાં વધારે ધ્યાન આપવા જણાવ્યું હતું, જેના કારણે મૌલિક ઉશ્કેરાઈ ગયો હતો. ગુસ્સામાં તેણે મહિલાની માથે બેસીને તેના વાળ પકડીને મારપીટ કરી હતી. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં રેકોર્ડ થઈ હોવાનું પણ સામે આવ્યું છે, જેના આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

પોલીસે કાર્યવાહી હાથધરી

યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં મૌલિક નાદપરા વિરુદ્ધ BNS કલમ 115(2) અને 351 (3) હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસ હવે CCTV ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે ઘટનાની આગળની કાર્યવાહી કરી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
PM મોદીનો ગુજરાત પ્રવાસ
ગુજરાતી vs બંગાળી
વડોદરામાં કાળઝાળ ગરમીનો પ્રકોપ!
1 એપ્રિલથી હાઈવે પર મુસાફરી થશે મોંઘી
Gandhinagar માં નર્મદા કેનાલ બની 'કાળમુખી'