સમાન્ય માથાકૂટ મામલે વચ્ચે પડેલા યુવાનએ દંપત્તિ પર કુહાડીના મારી કરપીણ હત્યા કરવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. જિલ્લાના સિહોર તાલુકાના કનિવાવ ગામે ઇંટોના ભઠ્ઠામાં કામ કરતા નવસારીના શ્રમિક દંપત્તિની હત્યાંની ઘટનાથી ખળભળાટ મચી ગયો
મળતી માહિતી અનુસાર ભાવનગર જિલ્લાના સિહોર પંથકમાં મોડી રાત્રે ડબલ મર્ડરની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. સિહોર નજીક આવેલ ઇંટોના ભઠ્ઠા પાસે અંદરો અંદરની માથાકૂટમાં એક દંપત્તિની કરપીણ હત્યા કરવામાં આવી છે.સિહોરના કનીવાવ નજીક ઇંટોના ભઠ્ઠામાં રહેતા લક્ષ્મીબેન અને રામભાઈ નામના દંપત્તિની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. આ દંપત્તિ નવસારી પંથકથી સિહોર મજૂરી કરવા માટે આવ્યા હતા. ઇંટોના ભઠ્ઠામાં રહેતા અન્ય મજૂરો સાથે કોઈ કારણસર માથાકૂટ થતા આ ખૂની ખેલ ખેલાયો હતો.
ઘટનાની જાણ થતા તાત્કાલિક સિહોર પોલીસ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે ઘટના સ્થળનું નિરીક્ષણ કરી બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સિહોરની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા છે.પોલીસે આ ઘટનામાં તાત્કાલિક કાર્યવાહી કરતા દંપત્તિની હત્યા કરનાર અમિત નામના એક શખ્સને ઝડપી પાડ્યો છે. હાલ પોલીસ દ્વારા આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.અને હત્યાનું ચોક્કસ કારણ જાણવા માટે પ્રયાસો ચાલુ છે. આ ડબલ મર્ડરની ઘટનાથી સિહોર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
વડોદરામાં આરોગ્ય સાથે ચેડાં: આ જાણીતા સ્ટોર્સ પરથી લેવાયેલા રિલાયન્સ રિટેલની ચણાદાળ સહિત પનીર અને બેસનના નમૂના ફેલ






