Home Gujarat A Couple From Gadhada Were On Board The Ahmedabad Plane Crash

અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં ગઢડાના અડતાળાનું દંપતી હતું સવાર : એક મહિના પહેલા આવ્યા હતા અડતાળા, નથી કોઈ સંપર્ક

અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં ગઢડાના અડતાળાનું દંપતી હતું સવાર
Published by: OBS Bureau
Last Updated: Jun 12, 2025, 06:34 PM IST

અમદાવાદમાં પ્લેન ક્રેશ બનેલી મોટી દુર્ઘટનાએ લોકોને હચમચાવી દીધા છે. આ પ્લેનમાં સવાર લગભગ તમામ લોકોના મોત થયા છે, ત્યારે બોટાદના ગઢડાના અડતાળાના દંપતીનું પણ આ પ્લેનમાં સવાર હતું. હાર્દિક અવૈયા અને તેમની પત્ની વિભૂતિ એક મહિના પહેલા અડતાળા આવ્યા હતા અને આજે એર ઈન્ડિયાની ફ્લાઈટમાં લંડન જઈ રહ્યા હતા. અમદાવાદથી લંડન જઈ રહેલી ફ્લાઈટે એરપોર્ટ પરથી ટેકઓફ થયા બાદ તરત જ પ્લેન ક્રેશ થઈ ગયું હતું.

ઉલ્લેખનીય છે કે, તમને જણાવી દઈએ કે અડતાળા ગામના અને લંડન રહેતા હાર્દિક દેવરાજભાઈ અવૈયા અને તેમના પત્ની વિભૂતિબેન હાર્દિકભાઈ પ્લેનમાં લંડન જવા નીકળ્યા હતા. હાર્દિકભાઈ અવૈયા લંડન રહેતા હતા, પરંતુ એક મહિના પહેલા અડતાળા આવ્યા હતા. અડતાળાથી થોડા દિવસ પહેલા સુરત રહેતા તેમના ભાઈના ઘરે હતા અને આજે બંને લંડન જવા પ્લેનમાં નીકળ્યા હતા. પ્લેન દુર્ઘટનાના સમાચાર મળતા હાર્દિકભાઈના પિતાએ દેવરાજભાઈએ ફોન કરેલો ત્યારે જણાવવામાં આવ્યું હતું કે પ્લેનમાં બેસી ગયા ત્યારબાદ કોઈ સમાચાર નથી. ત્યારે હાર્દિકભાઈનો ભાઈ સુરતથી અમદાવાદ જવા રવાના થયા હોવાનું હાર્દિકના પિતાએ જણાવ્યું હતું. આ પ્લેન દુર્ઘટનાના સમાચાર મળતા અડતાળા ગામે હાર્દિકભાઈના પરીવાર અને ગામમાં દુ:ખનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now