Home Gujarat 9th June 2025 In 235 New Cases Of Corona Reported In Gujarat In Last 24 Hours

કોરોનાનો રાફ઼ડો ફાટ્યો : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 235 નવા કેસ નોંધાયા

કોરોનાનો રાફ઼ડો ફાટ્યો
Published by: OBS Bureau
Last Updated: Jun 09, 2025, 05:04 PM IST

દેશભરમાં કોરોના કેસોમાં વધારો થઈ રહ્યો છે. દેશભરમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 6,491ને પાર થઈ ગઈ છે, ત્યારે ગુજરાતમાં આજે કોરોનાના 235 નવા કેસ નોંધાતા રાજ્યમાં કુલ એક્ટિવ કેસ 1109 પર પહોંચ્યા છે.


કોરોનાના 235 નવા કેસ નોંધાયા

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 235 નવા કેસ નોંધાયા છે. જેને લઈને રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 1109 પર પહોંચી ગઈ છે. જેમાંથી 33 હોસ્પિટલમાં દાખલ છે, જ્યારે 1076 દર્દી હોમ આઇસોલેશનમાં છે. આ સિવાય 106 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરાયા છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાથી એકપણ મોત થયું નથી.



ઉલ્લેખનીય છે કે,જે લોકોને શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો વગેરે જેવા લક્ષણો લાગે તો તેમણે નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો પડશે. સાથે લોકોએ પણ હવે સાવધાની રાખવી ઘણી જરૂરી બની છે. જેમાં ખાંસી કે છીંક ખાતી વખતે મોઢું ઢાંકીને રાખવું અને જાહેર સ્થળોએ ન થૂંકવું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now