દરેક તારીખ પોતાના અંદર અનેક ઐતિહાસિક ક્ષણો સમાવીને બેઠી હોય છે, પરંતુ 9 એપ્રિલ ભારતીય ઇતિહાસ માટે ખાસ મહત્વ ધરાવે છે. આ દિવસ માત્ર એક તારીખ નથી, પરંતુ દેશભક્તિ, શૌર્ય અને બલિદાનની યાદ અપાવતો દિવસ છે. 1965માં કચ્છના રણમાં ભારતીય CRPF જવાનો દ્વારા દર્શાવવામાં આવેલી બહાદુરીને સન્માન આપવા માટે દર વર્ષે ‘શૌર્ય દિવસ’ ઉજવવામાં આવે છે. ચાલો જાણીએ આ દિવસ સાથે જોડાયેલી મહત્વપૂર્ણ ઘટનાઓ, ઐતિહાસિક પળો અને પ્રખ્યાત વ્યક્તિઓ વિશે વિગતવાર.
‘શૌર્ય દિવસ’ – ભારતીય જવાનોની બહાદુરીનું પ્રતિક
9 એપ્રિલનો દિવસ ભારતમાં ‘શૌર્ય દિવસ’ તરીકે ઉજવાય છે. વર્ષ 1965માં ગુજરાતના કચ્છના રણ વિસ્તારમાં આવેલી સરદાર પોસ્ટ પર CRPF જવાનો અને પાકિસ્તાની સેનાની વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી. આ યુદ્ધમાં ભારતીય જવાનોએ અસાધારણ બહાદુરી બતાવી હતી. CRPFની એક નાની બટાલિયને સંખ્યાબળમાં વધારે પાકિસ્તાની સેનાનો સામનો કર્યો હતો. આ લડાઈમાં ભારતીય જવાનોએ 34 પાકિસ્તાની સૈનિકોને ઠાર કર્યા અને ચારને જીવતા પકડી લીધા હતા. જોકે આ જીત સરળ નહોતી – દેશ માટે લડતા 6 જવાનો શહીદ થયા હતા. આ ઘટના માત્ર સૈન્ય વિજય નહીં, પરંતુ ભારતના સુરક્ષા દળોની હિંમત અને અડગ મનોબળનું પ્રતિક છે. આજ સુધી આ દિવસ CRPF દ્વારા ગૌરવપૂર્વક ઉજવવામાં આવે છે અને શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે.
9 એપ્રિલની અન્ય ઐતિહાસિક ઘટનાઓ
આ દિવસ માત્ર શૌર્ય માટે જ નહીં, પરંતુ વિશ્વ અને ભારતના ઇતિહાસમાં અનેક મહત્વપૂર્ણ ઘટનાઓ માટે પણ યાદગાર છે.
1669: મુઘલ શાસક ઔરંગઝેબે હિંદુ શાળાઓ અને મંદિરો તોડવાનો આદેશ આપ્યો.
1756: બંગાળના નવાબ અલી વર્દી ખાનનું અવસાન થયું.
1860: માનવ ઇતિહાસમાં પ્રથમ વખત માનવ અવાજ રેકોર્ડ કરવામાં આવ્યો – ટેકનોલોજી માટે ક્રાંતિરૂપ ઘટના.
1953: વોર્નર બ્રધર્સે દુનિયાની પ્રથમ 3D ફિલ્મ ‘હાઉસ ઓફ વેક્સ’ રજૂ કરી.
1965: ભારત-પાકિસ્તાન વચ્ચે કચ્છના રણમાં યુદ્ધ.
1988: લી પેંગ ચીનના વડાપ્રધાન બન્યા.
1998: સાઉદી અરેબિયામાં મીના નજીક નાસભાગમાં 150થી વધુ લોકોના મોત.
2005: બ્રિટનના યુવરાજ પ્રિન્સ ચાર્લ્સ અને કેમિલાના લગ્ન થયા.
2011: અન્ના હજારેનો લોકપાલ માટેનો ઉપવાસ સમાપ્ત થયો.
2020: કોરોના મહામારી ફેલાયાના 100 દિવસ પૂર્ણ થયા.
આ ઘટનાઓ દર્શાવે છે કે 9 એપ્રિલ વિવિધ ક્ષેત્રોમાં ઐતિહાસિક મહત્વ ધરાવે છે.
પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ
આ દિવસે અનેક જાણીતા લોકોનો જન્મ થયો હતો, જેમણે પોતાના ક્ષેત્રમાં વિશેષ યોગદાન આપ્યું:
પ્રતિમા દેવી – કન્નડ સિનેમાની જાણીતી અભિનેત્રી
રાહુલ સાંકૃત્યયન – પ્રખ્યાત હિન્દી સાહિત્યકાર
જયા બચ્ચન – જાણીતી અભિનેત્રી
જયરામ રમેશ – રાજકારણી અને અર્થશાસ્ત્રી
તીરથ સિંહ રાવત – ભાજપના નેતા
પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ
9 એપ્રિલના દિવસે કેટલાક મહાન વ્યક્તિઓનું અવસાન પણ થયું:
દુર્ગાબાઈ દેશમુખ – ભારતની પ્રથમ મહિલા નેતાઓમાંની એક
ભાઉરાવ દેવાજી ખોબ્રાગડે – રાજકારણી
શક્તિ સામંત – જાણીતા ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક





