Home Gujarat 8th Session Of The 15th Gujarat Legislative Assembly Formally Concluded Today

ગુજરાત વિધાનસભાના 8મા સત્રનું સફળ સમાપન : આ જનહિતલક્ષી નિર્ણયો અને ઐતિહાસિક વિધેયકોની લાગી મહોર

Jitu Vaghani
Play Video
Published by: Viral Patel
Last Updated: Mar 25, 2026, 03:14 PM IST

Gandhinagar News: 15મી ગુજરાત વિધાનસભાનું 8મું સત્ર આજે વિધિવત રીતે સંપન્ન થયું છે. આ સત્ર રાજ્યના વિકાસ અને કાયદો-વ્યવસ્થાની દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ રહ્યું હતું. પૂર્વ મંત્રી જીતુ વાઘાણીએ સત્રની સફળતા અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, આ સત્રમાં જનતાના પાયાના પ્રશ્નો અને રાજ્યના સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રાખવામાં આવ્યો હતો.

સત્રની મુખ્ય રૂપરેખા

આ સત્ર કુલ 23 દિવસ સુધી ચાલ્યું હતું, જે દરમિયાન 26 બેઠકો યોજાઈ હતી. સત્રની શરૂઆત ૧૮ ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂઆત સાથે થઈ હતી. આ બજેટ મુખ્યત્વે પાંચ મહત્વના સ્તંભો પર આધારિત હતું. જેમાં ૧. સામાજિક સુરક્ષા, ૨. માળખાકીય સુવિધાઓ, ૩. જન સુખાકારી, ૪. આર્થિક વિકાસ અને ૫. ગ્રીન ગ્રોથ.

વિધાયક કામગીરી અને મહત્વના બિલો

સત્ર દરમિયાન કુલ 9 જેટલા વિધેયકો પસાર કરવામાં આવ્યા હતા, જેમાં સૌથી વધુ ચર્ચાસ્પદ અને ઐતિહાસિક UCC (યુનિફોર્મ સિવિલ કોડ) વિધેયક રહ્યું હતું. જીતુ વાઘાણીએ જણાવ્યું કે, UCC બિલ એ માત્ર કાયદો નથી પણ જનતાની ભાવનાઓનું પ્રતિબિંબ છે. આ ઉપરાંત અન્ય મહત્વના વિધેયકોમાં આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ વિધેયક: રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવા માટે, અશાંત ધારો વિધેયક: સામાજિક સૌહાર્દ જાળવી રાખવા માટે. શૈક્ષણિક ટ્રિબ્યુનલ વિધેયક: શિક્ષણ ક્ષેત્રે પારદર્શિતા લાવવા. ગુજરાત વિનિયોગ વિધેયક: બજેટની ફાળવણીને કાયદાકીય પીઠબળ આપવા.

પ્રશ્નોત્તરી અને ચર્ચાઓ

લોકશાહીના આ પર્વમાં જનતાના અવાજને વાચા આપવા માટે કુલ 273 તારાંકિત પ્રશ્નો આવરી લેવામાં આવ્યા હતા. સરકારે તમામ પ્રશ્નોના સચોટ નિરાકરણની ખાતરી આપી છે. સત્ર દરમિયાન સોમનાથ પર્વ અને 'શ્રી રામજી' જેવા ગૌરવવંતા સંકલ્પો પણ રજૂ કરવામાં આવ્યા હતા, સાથે જ દિવંગત મહાનુભાવોને યાદ કરી શોક પ્રસ્તાવ પણ મુકાયા હતા.

મુખ્યમંત્રીનો આદેશ: અમલીકરણમાં વિલંબ નહીં

મુખ્યમંત્રીએ સ્પષ્ટ સૂચના આપી છે કે બજેટમાં તમામ વિભાગોને જે રકમ ફાળવવામાં આવી છે, તેના અમલીકરણ માટે જૂન મહિના સુધીની રાહ જોવાની જરૂર નથી. વિકાસના કાર્યોનું અમલીકરણ તાત્કાલિક ધોરણે શરૂ કરી દેવામાં આવે જેથી જનતાને તેનો લાભ વહેલી તકે મળે. જીતુ વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે પક્ષ અને વિપક્ષની વિચારધારા અલગ હોઈ શકે છે, પરંતુ અમારો મૂળ હેતુ હંમેશા રાજ્યની જનતાના પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો જ રહ્યો છે."

બજેટ સત્રની આ સફળતા પાછળ સચિવાલયના સ્ટાફ અને અધિકારીઓની દિવસ-રાતની મહેનત રહેલી છે. તંત્રના સહયોગ અને લોકપ્રતિનિધિઓના સક્રિય સહભાગીદારીને કારણે જ આ સત્ર લોકશાહીના મૂલ્યોને ચરિતાર્થ કરવામાં સફળ રહ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
એટ્રોસિટી ફરિયાદ નિકાલમાં ગુજરાત દેશમાં મોખરે
અમદાવાદ: C.G રોડની જાણીતી બેકરીની નાનખટાઈમાંથી નીકળી જીવાત
સાવધાન! ગુજરાતમાં નકલી ડોક્ટરોનો ફાટ્યો રાફડો
ગાંધીનગરમાં ગ્રાન્ટ અંગે મોટો નિર્ણય