સમગ્ર દેશમાં આજે સ્વત્રતંત્રા દિવસની ઉજવણી થઈ રહ્યી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી ધ્વજારોહણ કર્યું હતું. જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોરબંદરથી રાજ્ય કક્ષાના ધ્વજારોહણ કર્યું હતું. પ્રતિષ્ઠિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે પણ આન, બાન અને શાન થી સ્વતંત્ર દિવસ ઉજવાયો હતો.

સ્વામિનારાયણ મંદિરમાં 79 માં સ્વતંત્રતા દિવસની ઉજવણી
છેલ્લા આઠ દાયકાથી શહેર જિલ્લામાં શ્રદ્ધા,સંસ્કાર અને સેવા ની અવિરત વહેતી સરિતાનું કેન્દ્ર એટલે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે 79 માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે સંસ્થાના વડીલ સંત પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામીના હસ્તે ધ્વજારોહણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આન, બાન અને શાન થી સ્વતંત્ર દિવસ ઉજવાયો
નવખંડ ધરામાં રાષ્ટ્ર સંસ્કૃતિ નો ધ્વજ સદાય લહેરાતો રાખનાર બી એ પી એસ સંસ્થા દ્વારા સદૈવ રાષ્ટ્ર ભક્તિ સહ પ્રભુ ભક્તિ ના મુદ્રા લેખ સહ આ કાર્યક્રમ માં મોટી સંખ્યામાં પૂજ્ય સંતો સાથે ભક્તજનો એ સંમિલિત થઈ આન,બાન, શાન સમ તિરંગા ને સલામી આપી હતી.






