Home International 70 Year Old Pakistani Maulana Marries 22 Year Old Bride Couple Did Such Photoshoot That People Were Left Staring

70 વર્ષના ‘વરરાજા’ અને 22 વર્ષની દુલ્હન... : પાકિસ્તાની મૌલાનાના નિકાહે ઇન્ટરનેટ પર મચાવ્યો હોબાળો, કપલે એવું ફોટોશૂટ કરાવ્યું કે લોકો જોતા જ રહી ગયા

70 વર્ષના ‘વરરાજા’ અને 22 વર્ષની દુલ્હન...
Play Video
Published by: OBS Bureau
Last Updated: Mar 03, 2026, 05:19 AM IST

કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે અને તેને ઉંમર સાથે કોઈ લેવાદેવા હોતી નથી. આ કહેવતને સાચી ઠેરવતો એક કિસ્સો હાલમાં પાકિસ્તાનના રાવલપિંડી શહેરમાંથી સામે આવ્યો છે, જેણે આખા સોશિયલ મીડિયાને હચમચાવી દીધું છે. અહીં એક ૭૦ વર્ષના વૃદ્ધ હકીમ બાબરે પોતે જેમનાથી ૪૮ વર્ષ નાની છે તેવી ૨૨ વર્ષની યુવતી સાથે નિકાહ કર્યા છે. લગ્ન સુધી તો ઠીક હતું, પરંતુ નિકાહ પછી આ નવદંપતીએ જે અંદાજમાં પ્રોફેશનલ બ્રાઈડલ ફોટોશૂટ કરાવ્યું છે, તેના વીડિયો અને તસવીરોએ ઇન્ટરનેટ પર મીમ્સ અને ચર્ચાઓનું પૂર લાવી દીધું છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં આ વયોવૃદ્ધ વરરાજા અને યુવાન દુલ્હન ફિલ્મી અંદાજમાં પોઝ આપતા નજરે પડે છે. એક ક્લિપમાં દુલ્હન સલમાન ખાનની ફિલ્મનું લોકપ્રિય ગીત 'દિલ દિયાં ગલ્લાં' ગણગણતી જોવા મળે છે, તો સામે પક્ષે મૌલાના સાહેબ પણ તેની સાથે સુર પુરાવી રહ્યા છે. આ અનોખા પ્રેમપ્રકરણના સમાચાર વાયુવેગે ફેલાઈ રહ્યા છે અને લોકો આશ્ચર્ય સાથે આ લગ્ન પર પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાક તેને પર્સનલ ચોઈસ ગણાવી રહ્યા છે તો કેટલાક ઉંમરના આટલા મોટા તફાવતને લઈને સવાલો ઉઠાવી રહ્યા છે.

‘ઉંમર તો માત્ર એક નંબર છે’ – હકીમ બાબર

નિકાહ બાદ મીડિયા સાથે વાત કરતા હકીમ બાબરે જણાવ્યું હતું કે, આ લગ્ન બંનેની પરસ્પર સંમતિથી થયા છે. તેમણે કહ્યું કે, "ઉંમર તો માત્ર એક આંકડો છે, જો દિલ જવાન હોય તો સંબંધ મજબૂત રહે છે." તેમણે વધુમાં સ્પષ્ટતા કરી હતી કે તેમણે એક છૂટાછેડા લીધેલી મહિલા સાથે નિકાહ કરીને તેને નવું જીવન આપ્યું છે, જેને તેઓ એક નેક કદમ માને છે.

દુલ્હનનો પણ મળ્યો સાથ

માત્ર વરરાજા જ નહીં, 22 વર્ષની દુલ્હને પણ કેમેરા સામે સ્વીકાર્યું છે કે, તેને આ લગ્નથી કોઈ વાંધો નથી. તેના મતે સાચો પ્રેમ ઉંમર જોતો નથી અને તે આ નવા જીવનથી ખુશ છે. આ કપલના રોમેન્ટિક વીડિયો અત્યારે X (પહેલાનું ટ્વિટર) અને ઇન્સ્ટાગ્રામ પર લાખો વ્યૂઝ મેળવી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર કોમેન્ટ્સનો વરસાદ

આ લગ્નના વીડિયો વાયરલ થતા જ યુઝર્સ રમુજી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કોઈ કહી રહ્યું છે કે "બાબાએ તો મોજ કરાવી દીધી", તો કોઈ નસીબના ખેલ ગણાવી રહ્યું છે. જોકે, આ મુદ્દે ગંભીર ચર્ચાઓ પણ શરૂ થઈ છે કે શું લગ્ન માટે ઉંમરનો આટલો મોટો તફાવત યોગ્ય છે? તેમ છતાં, આ વિવાદો વચ્ચે પણ હકીમ બાબર અને તેમની દુલ્હન હાલમાં ઇન્ટરનેટ સેન્સેશન બની ગયા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now