Home International Trump Seeks 87 Billion Fund For Iran War Budget

ટ્રમ્પે ઇરાન યુદ્ધના ખર્ચ માટે $87.6 બિલિયનનું ફંડ માંગ્યું : વ્હાઇટ હાઉસે સંસદ પાસે વધારાના બજેટની માંગ કરી, સેનેટમાં વિરોધ થયો તીવ્ર

Trump asked for $87.6 billion in funding for a war with Iran
Published by: Vaishnavi Pathak
Last Updated: Jun 25, 2026, 08:26 AM IST

વ્હાઇટ હાઉસે સંસદ પાસે વધારાના બજેટની માંગ કરી, સેનેટમાં વિરોધ થયો તીવ્ર

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે અમેરિકી સંસદ પાસે $87.6 બિલિયન (અંદાજે 8.3 લાખ કરોડ રૂપિયા)નું વધારાનું ઇમરજન્સી ફંડ મંજૂર કરવાની માંગ કરી છે. આ ફંડનો એક મોટો હિસ્સો ઇરાન સાથે ચાલી રહેલા યુદ્ધના ખર્ચાઓ અને સૈન્ય હથિયારોના ભંડારને ફરીથી ભરવા માટે વાપરવામાં આવશે.

વ્હાઇટ હાઉસના બજેટ વિભાગે બુધવારે સત્તાવાર રીતે આ પ્રસ્તાવ સંસદ સમક્ષ રજૂ કર્યો હતો. જોકે, સંસદમાં આ માંગનો ભારે વિરોધ થઈ રહ્યો છે.

સંરક્ષણ બજેટ ઉપરાંત વધારાના નાણાંની માંગ

વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર, આ રકમ વાર્ષિક બજેટનો ભાગ નથી. આ રકમ ગયા વર્ષે મંજૂર કરાયેલા લગભગ $1 ટ્રિલિયન અને આગામી નાણાકીય વર્ષ માટે માંગવામાં આવેલા $1.5 ટ્રિલિયનના નિયમિત સંરક્ષણ બજેટ કરતાં તદ્દન અલગ છે.

આ $87.6 બિલિયનમાંથી સૌથી મોટો હિસ્સો એટલે કે $67.1 બિલિયન સીધા પેન્ટાગોન (અમેરિકી સંરક્ષણ મંત્રાલય)ને આપવામાં આવશે. આ પૈસાનો ઉપયોગ 'ઓપરેશન એપિક ફ્યુરી' (ઇરાન સામેની સૈન્ય કાર્યવાહી) દરમિયાન વપરાયેલા હથિયારો અને મિસાઇલો ખરીદવા, સૈનિકોના ખર્ચ અને ગુપ્ત સંરક્ષણ કાર્યક્રમો માટે કરવામાં આવશે.

આ ઉપરાંત, આ પ્રસ્તાવમાં અમેરિકી ખેડૂતો માટે $11.1 બિલિયન અને આફ્રિકામાં ફાટી નીકળેલા ઇબોલા વાયરસના સંકટ સામે લડવા માટે $1.4 બિલિયનની મદદ પણ સામેલ કરવામાં આવી છે.

આ પણ વાંચો: ટ્રમ્પને અમેરિકી કોર્ટનો મોટો ઝટકો! | ચૂંટણીનાં નિયમો બદલવાના વિવાદાસ્પદ આદેશ પર લગાવાઈ કાયમી રોક | Offbeat Stories

સંસદમાં ટ્રમ્પના પ્રસ્તાવનો ભારે વિરોધ

બીજી તરફ, અમેરિકી સંસદમાં ટ્રમ્પ સરકારની આ માંગ સામે વિરોધ ખુબ વધી ગયો છે. વ્હાઇટ હાઉસે ફંડનો પ્રસ્તાવ મોકલ્યો તેના થોડા કલાકો પહેલા જ અમેરિકી સેનેટે એક પ્રસ્તાવ પસાર કરીને ટ્રમ્પને ઇરાન વિરુદ્ધ વધુ સૈન્ય કાર્યવાહી રોકવા માટે જણાવ્યું હતું. આ પહેલા સંસદના નીચલા ગૃહ (હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ)માં પણ આવો જ પ્રસ્તાવ પસાર થઈ ચૂક્યો છે.

ખાસ વાત એ છે કે વિપક્ષી ડેમોક્રેટ્સ સાંસદોની સાથે ટ્રમ્પની પોતાની પાર્ટી ના 4 સાંસદોએ પણ આ સૈન્ય કાર્યવાહી રોકવાના પ્રસ્તાવમાં સાથ આપ્યો હતો. ડેમોક્રેટિક પાર્ટીના નેતાઓનું કહેવું છે કે તેઓ રાષ્ટ્રપતિના આ બિનજરૂરી યુદ્ધ માટે ટેક્સપેયર્સના અબજો ડોલર સરળતાથી મંજૂર નહીં કરે.

જ્યારે બીજી તરફ, ટ્રમ્પ સમર્થક સાંસદોનું કહેવું છે કે ઇરાન સામે સફળ મિશન બાદ દેશની સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા અને સેનાના હથિયારોનો સ્ટોક વધારવા માટે આ ફંડ આપવું ખૂબ જ જરૂરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now