દેશભરમાં ફરી એકવાર કોરોનાએ પગપેસારો કર્યો છે. ત્યારે ગુજરાતમાં આજે 68 નવા કેસ પોઝિટિવ આવ્યા છે. મળતી માહિતી અનુસાર નોંધાયેલા કોરોનાના નવા 68 કેસની સાથે રાજ્યમાં કુલ 265 કેસ એક્ટિવ છે. જેમાંથી 11 દર્દીને હોસ્પિટલમાં દાખલ છે. જ્યારે બાકીના 254 દર્દીને હોમ આઈસોલેશનમાં રાખેલ છે. આજે કુલ 26 દર્દીને રજા આપવામાં આવી છે.
ગુજરાતમાં હાલમાં જે કેસ જોવા મળી રહ્યાં છે તે, હાલનો વાયરસ ઓમીક્રોનના પેટા ટાઈપ વેરિએન્ટ LF. 7.9 અને XFG Recombinant હોવાનો આરોગ્ય વિભાગનો દાવો છે. આ પ્રકારના વેરિયન્ટ ધરાવતા કોરોનાના દર્દીઓમાં હળવો તાવ, શરદી અને ખાસી જેવા લક્ષણો હોય છે. જોકે, હોમ આઈસોલેશનમાં રહેલા દર્દીઓએ તેમના સ્વાસ્થયની કાળજી જાતે રાખવાની સલાહ આપતા આરોગ્ય વિભાગનું કહેવું છે કે, જો શ્વાસ લેવામાં તકલીફ થાય કે છાતીમાં દુખાવો થાય તો કે અન્ય કોઈ લક્ષણો જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો.
'ગુજરાતનું અપમાન સહન નહીં થાય': મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મલ્લિકાર્જુન ખડગે સામે આકરા પ્રહાર






