ભાવનગર: જિલ્લામાં ભારે વરસાદના કારણે શહેર અને આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. ખાસ કરીને ભાવનગર-નારી રોડ પર આવેલી સુરભી ગૌશાળામાં ભારે હાલત સર્જાઈ હતી, જ્યાં અંધ, અપંગ, બીમાર અને સામાન્ય મળી કુલ 400 ગાયો પાણીમાં ફસાઈ ગઈ હતી.
ગૌશાળામાં પાણી ઘૂસતાં રેસ્ક્યુ કામગીરી હાથ ધરાઈ
સુરભી ગૌશાળામાં પાણી ઘૂસી જતા જાણ થતાં જ પ્રેરણા ફાઉન્ડેશનની તબીબી અને રેસ્ક્યુ ટીમ, જીવદયા પ્રેમીઓ અને સ્થાનિક ધારાસભ્ય જીતુ વાઘાણી તાત્કાલિક દોડી ગયા હતા. રેસ્ક્યુ કાર્ય દરમિયાન ધારાસભ્ય જીતુ વાઘાણી પોતે હેલ્પલાઇન વાન ચલાવી ગાયોને સલામત બહાર કાઢવામાં સહભાગી બન્યા હતા.
25 જેટલી ગાયોનું સારવાર અને પુનઃસ્થાપન
અશક્ત, અપંગ અને અંધ સહિત લગભગ 25 ગાયોને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. બચાવવામાં આવેલી ગાયોને સુરક્ષિત સ્થળે લઈ જઈને વિવિધ ગૌશાળાઓમાં રિ-લોકેટ કરવામાં આવી. એક ખાસ ઘટના દરમિયાન એક ગાય પાણીમાં ફસાઈ જતાં તેને પણ સફળતાપૂર્વક બચાવીને સારવાર માટે મોકલવામાં આવી હતી.
માણસો સાથે અબોલ જીવોને પણ સુરક્ષા મળી રહી છે
જેમ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી સ્થિતિ વિકટ બની રહી છે, તેવી જ રીતે માનવી સાથે અબોલ જીવો માટે પણ દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ છે. આમ, ભાવનગરમાં થયેલી આ રેસ્ક્યુ કાર્યવાહી માનવતા અને જીવદયા માટે એક દ્રષ્ટાંતરૂપ બની છે.
'ગુજરાતનું અપમાન સહન નહીં થાય': મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મલ્લિકાર્જુન ખડગે સામે આકરા પ્રહાર





