Home Gujarat 3397 Lakh Passengers Took Advantage Of St Buses During Summervacation

રાજકોટ એસટી વિભાગને ઉનાળુ વેકેશન ફળ્યું : ઉનાળુ વેકેશન દરિમયાન અધધ 33.97 લાખ મુસાફરોએ ST બસનો લીધો લાભ

રાજકોટ એસટી વિભાગને ઉનાળુ વેકેશન ફળ્યું
Published by: OBS Bureau
Last Updated: May 27, 2025, 07:52 AM IST

રાજકોટ એસટી વિભાગને ઉનાળુ વેકેશન ફળ્યું છે. ST વિભાગને ઉનાળુ વેકેશન દરિમયાન કુલ રૂ. 20.45 કરોડની આવક થઈ છે. આ વિકેશન દરમિયાન કુલ 58000 ટ્રીપ દોડાવવામાં આવી છે. લગભગ 50 દિવસમાં કુલ 33.97 લાખ મુસાફરોએ ST બસની મુસાફરી કરી છે. ગત વર્ષની તુલનાએ 30,000 વધૂથી વધુ મૂસાફરોએ ST બસનો લાભ લીધો છે. ગત વર્ષ કરતા આ વર્ષે આવકમાં 13 લાખનો વધારો થયો છે. વેકેશન દરમિયાન રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી લોકો હરવા ફરવા માટે સસ્તી અને સલામત ગણાતી એસટી બસની સવારી કરી છે. અમદાવાદ, વડોદરા, સુરત, દ્વારકા, સોમનાથ, ભાવનગર, ભુજ અને અમરેલી રૂટ પર મુસાફરોની સંખ્યા વધુ જોવા મળી છે. ઉનાળુ વેકેશન દરમિયાન રાજકોટ એસટી વિભાગની દૈનિક આવક રૂ.70 લાખ થઈ ગઈ છે.

ઉનાળુ વેકેશન દરિમયાન 33.97 લાખ મુસાફરોએ ST બસનો લાભ લીધો
રાજકોટ એસટી વિભાગના વિભાગીય નિયામક જે. બી. કલોતરાએ જણાવ્યું હતું કે, ઉનાળુ વેકેશન દરમિયાન મુસાફરોની એક જગ્યાએથી બીજી જગ્યાએ અવર-જવર વધુ રહેતી હોય છે. જેને ધ્યાને લઈ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવેલું હતુ. વર્ષ 2024ની તૂલનામાં 2025 માં આવકમાં રૂ. 13 લાખથી વધુનો વધારો થયો છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 30,000 મુસાફરોએ વધુ મુસાફરી કરી છે. આ ઉપરાંત 58000 ટ્રીપોનું સંચાલન કરવામાં આવ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now