Bumper discount on these Samsung smartphone : જો તમે નવો સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો અને બજેટ થોડું ઓછું છે, તો તમારા માટે એક સારા સમાચાર છે. સેમસંગ પોતાની નવી ફ્લેગશિપ સિરીઝ Galaxy S26 ને 25 ફેબ્રુઆરીએ લોન્ચ કરવા જઈ રહ્યું છે. પરંતુ આ લોન્ચિંગ પહેલા કંપનીએ તેના પોપ્યુલર મોડલ Samsung Galaxy S24 FE ની કિંમતમાં મોટો કાપ મૂક્યો છે. ફ્લિપકાર્ટ પર આ ફોન અત્યારે અત્યાર સુધીની સૌથી ઓછી કિંમતે મળી રહ્યો છે.
કિંમતમાં મોટો ઘટાડો
Samsung Galaxy S24 FE જે અગાઉ ₹59,999 માં મળતો હતો, તે હવે ફ્લિપકાર્ટ પર માત્ર ₹35,999 માં લિસ્ટ કરવામાં આવ્યો છે. એટલે કે, સીધો ₹24,000 નો ફાયદો, આટલું જ નહીં, જો તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો, તો તમને ₹1,800 નું વધારાનું કેશબેક પણ મળશે. આમ, બધી ઓફર્સ મેળવીને આ ફોન તમને ₹35,000 થી પણ ઓછી કિંમતમાં પડી શકે છે. જૂનો ફોન બદલવા ઇચ્છતા લોકો એક્સચેન્જ ઓફરનો લાભ લઈને કિંમત હજુ પણ ઘટાડો કરી શકે છે.
ફોનના શાનદાર ફીચર્સ
આ ફોન માત્ર સસ્તો જ નથી, પણ ફીચર્સમાં પણ પાવરફુલ છે. તેમાં 6.7-ઇંચની Dynamic AMOLED 2X ડિસ્પ્લે આપવામાં આવી છે, જે 120Hz રિફ્રેશ રેટ સાથે આવે છે. ગેમિંગ અને મલ્ટિટાસ્કિંગ માટે તેમાં Exynos 2400e ચિપસેટ અને 8GB રેમ છે. આ ફોન 1900 nits ની બ્રાઇટનેસ આપે છે, જે તડકામાં પણ સ્ક્રીનને સ્પષ્ટ રાખે છે.
પાવરફુલ કેમેરા અને બેટરી
ફોટોગ્રાફીના શોખીનો માટે આમાં 50mp નો મુખ્ય કેમેરો છે, જે 8K વીડિયો રેકોર્ડિંગને સપોર્ટ કરે છે. સેલ્ફી માટે પણ આમાં ઉત્તમ સેન્સર આપવામાં આવ્યું છે. ફોનને લાંબો સમય ચલાવવા માટે 4,700mAh ની બેટરી છે જે 25W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. સૌથી સારી વાત એ છે કે, સેમસંગ આ ફોન માટે 7 વર્ષ સુધી સોફ્ટવેર અપડેટ્સ આપવાનું વચન આપે છે.
ગૂગલ પિક્સેલ પર પણ ઓફર
માત્ર સેમસંગ જ નહીં, ગૂગલે પણ પોતાના Pixel 9a ની કિંમતમાં ઘટાડો કર્યો છે. હાલમાં Pixel 10a ના લોન્ચ બાદ, Pixel 9a ની કિંમતમાં ₹10,000 નો ઘટાડો થયો છે. જે ફોન ₹49,999 માં લોન્ચ થયો હતો, હવે તમે આ સ્માર્ટફોનને એમેઝોન અને ફ્લિપકાર્ટ પરથી ₹39,999 માં ખરીદી શકો છો.




















