Home Gujarat 223 New Cases Reported In Gujarat In Last 24 Hours

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 223 નવા કેસ નોંધાયા : અમદાવાદમાં વકર્યો કોરોના, 175 કેસ પોઝિટિવ આવતા ખળભળાટ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 223 નવા કેસ નોંધાયા
Published by: OBS Bureau
Last Updated: Jun 10, 2025, 04:39 PM IST

રાજ્યમાં કોરોનાનો કહેર ફરી એક વખત જોવા મળી રહ્યો છે. દરરોજ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 223 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 1227 પર પહોંચી ગઈ છે. હાલમાં 23 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

રાજ્ય સરકારના આંકડા અનુસાર 1204 દર્દીઓ ઓપીડી બેઝ સારવાર હેઠળ છે. જોકે, સારી વાત એ છે કે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 105 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. અમદાવાદની વાત કરીએ તો શહેરમાં છેલ્લા 24 કલાકમાં નવા 175 કેસ નોંધાયા છે.



joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now