રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 183 નવા કેસ નોંધાયા છે. જેને લઈને રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 822 પર પહોંચી ગઈ છે. જેમાંથી 29 હૉસ્પિટલમાં દાખલ છે, જ્યારે 793 દર્દી હોમ આઇસોલેશનમાં છે. આ સિવાય 78 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરાયા છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાથી એકપણ મોત થયું નથી.
મળતી માહિતી અનુસાર અમદાવાદ શહેરમાં કોરોના કેસમાં વધારો થયો છે. આજે નવા 88 કેસ નોંધાયા છે ત્યારે અમદાવાદમાં કોરોનાના કેસની સંખ્યાં 559 પર પહોંચી છે જ્યારે અત્યાર સુધીમાં 183 દર્દીઓ સાજા થયા છે. હાલ શહેરમાં 374 કોરોના એક્ટિવ કેસ છે.

તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે જે પણ દર્દીઓ હાલ હોમ આઇસોલેશનમાં છે તેઓએ તેમના સ્વાસ્થ્યનું સ્વનિરીક્ષણ કરવાનું ચાલુ રાખવું. સાથે જ જે પણ દર્દીને ઘરે શ્વાસ લેવામાં તકલીફ કે પછી છાતીમાં દુખાવો થાય તેમણે નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો. સાથે જ લોકોએ પણ છીંક કે ખાંસી ખાતા સમયે મોઢું ઢાંકીને રાખવું અને જાહેર સ્થળોએ થૂંકવા માટે પણ મનાઈ કરવામાં આવી છે.






