Home Gujarat 18 Year Old Surti Creates Who Safe Device For Women Safety

Who Safe Women Safety Device : 1 હજારનું આ ડિવાઇસ રાખશે મહિલાઓની સુરક્ષાનું ધ્યાન, જાણો કેવી રીતે કરે છે કામ ?

Who Safe Women Safety Device
Published by: OBS Bureau
Last Updated: Jul 26, 2025, 04:07 PM IST

Who Safe Women Safety Device: 1000 રૂપિયાનું 'Who Safe'ડિવાઇસ મહિલાઓની સુરક્ષા માટે ગેમ-ચેન્જર તરીકે ઉભરી રહ્યું છે. ભારતમાં મહિલાઓ સંબંધિત વધતા ગુનાઓ વચ્ચે, સુરતના 18 વર્ષીય કમ્પ્યુટર એન્જિનિયરિંગના વિદ્યાર્થી હરમિત શૈલેષકુમાર ગોધાણીએ 'Who Safe' નામનું ક્રાંતિકારી ડિવાઇસ બનાવ્યું છે. આ નાનકડું, ફક્ત એક ઇંચનું ડિવાઇસ મહિલાઓ માટે સંજીવની સમાન છે, જે ખતરાની ઘડીએ એક બટન દબાવતાં 500થી વધુ લોકોને એલર્ટ કરે છે. આ ડિવાઇસ માત્ર કોલ જ નથી કરતું, પરંતુ બે સેકન્ડમાં લાઇવ લોકેશન પણ વ્હોટ્સએપ પર મોકલે છે, જેથી મદદ ઝડપથી પહોંચી શકે.

સાયલન્ટ મોડમાં પણ એલર્ટની ગેરંટી-

'Who Safe'ની સૌથી અનોખી વિશેષતા એ છે કે, જો એલર્ટ મેળવનારનો ફોન સાયલન્ટ મોડમાં હોય, તો પણ તેમાં હાઈ બીપ સાથે નોટિફિકેશન વાગે છે. આ સુવિધા ખાતરી આપે છે કે કટોકટીનો સંદેશો કોઈ પણ સંજોગોમાં ચૂકાય નહીં. ડિવાઇસ બ્લૂટૂથ દ્વારા મોબાઇલ એપ્લિકેશન સાથે જોડાય છે, જેમાં યુઝર પોતાના ઇમરજન્સી કોન્ટેક્ટ્સ મેનેજ કરી શકે છે. આ ડિવાઇસની બેટરી અઠવાડિયામાં એકવાર ચાર્જ કરવાની જરૂર પડે છે, જે તેને યુઝર-ફ્રેન્ડલી બનાવે છે.

કઈ રીતે કામ કરે છે 'Who Safe' ડિવાઈસ?

બ્લૂટૂથ દ્વારા મોબાઈલ એપ સાથે કનેક્ટ થશે

એક બટન દબાવતાં 1 સેકન્ડમાં 500થી વધુ ઓળખીતાઓને એલર્ટ મોકલશે

પહેલા કોલ જશે અને 2 સેકન્ડ પછી તરત જ લાઈવ લોકેશન

સાઈલન્ટ ફોનમાં પણ હાઈ બિપ વાગશે અને નોટિફિકેશન જશે

500થી વધુ ઈમર્જન્સી કોન્ટેક્ટ ઉમેરીને મેનેજ થઈ શકશે

અઠવાડિયામાં માત્ર એક જ વાર ચાર્જ કરવું પડશે

આ ડિવાઈસની કિંમત માત્ર રૂ.1000

હરમિતને પ્રેરણા એક હૃદયદ્રાવક ઘટનામાંથી મળી, જ્યાં એક યુવતીને માનસિક રીતે હેરાન કરવામાં આવી હતી. આ ઘટનાએ તેને 'Who Safe' બનાવવા માટે પ્રેરિત કર્યો. તેનો ધ્યેય 2027 સુધીમાં મહિલાઓ પરના અત્યાચારના કેસોમાં 30-40% ઘટાડો લાવવાનો છે. માત્ર 1000 રૂપિયામાં ઉપલબ્ધ આ ડિવાઇસ દરેક વર્ગની મહિલાઓ માટે સુલભ છે.

કમ્પ્યુટર સાયન્સના નિષ્ણાત દીપેન દેસાઈએ આ ડિવાઇસને 'ખૂબ જ લાભકારી' ગણાવ્યું છે, જે ભવિષ્યમાં મહિલાઓની સુરક્ષા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. 'Who Safe' એ ટેક્નોલોજી અને સામાજિક જવાબદારીનું અદભુત સંયોજન છે, જે ભારતના યુવાનોની નવીનતાને દર્શાવે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now