Home Gujarat 167 New Cases Of Coronareported In Gujarat Total 615 Cases Reported Till Today

ગુજરાતમાં કોરોના વિસ્ફોટ : એક જ દિવસમાં નવા 167 કેસ નોંધાયા, જાણો દર્દીઓને કેવી પડી રહી છે તકલીફ?

ગુજરાતમાં કોરોના વિસ્ફોટ
Published by: OBS Bureau
Last Updated: Jun 05, 2025, 03:41 PM IST

Corona Virus: રાજ્યમાં દિન-પ્રતિદિન કોરોનાના કેસો વધી રહ્યા છે, આજે (5 જૂન, 2025) આરોગ્ય વિભાગના તાજેતરના આંકડાઓ અનુસાર ગુજરાતમાં કોરોનાના એક જ દિવસમાં નવા 167 કેસ નોંધાયા. અત્યાર સુધી કુલ 615 કેસ નોંધાયા, જેમાં 600 દર્દી હોમ આઈસોલેશન હેઠળ છે તો 15 દર્દી હોસ્પિટલમાં સારવાળ હેઠળ છે.

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વિસ્ફોટ થયો છે અને એક જ દિવસમાં નવા 167 કેસ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ 615 કેસ નોંધાયા છે. કોરોનાના 15 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરાયા છે. જ્યારે 600 દર્દી હોમ આઈસોલેશન હેઠળ છે અને 60 દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે.

હાલનો વાયરસ ઓમીક્રોનના પેટા ટાઈપ વેરિએન્ટ LF. 7.9 અને XFG Recombinant હોવાનો આરોગ્ય વિભાગ દાવો કરી રહ્યું છે. ગુજરાતમાં જે દર્દીઓ નોંધાયા છે, તેમણે શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો જેવા લક્ષણો ધરાવે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now