Home Gujarat 15 Bodies Identified Process Of Handing Over To Families Begins

Ahmedabad Plane Crash : અત્યાર સુધી 15 મૃતદેહની ઓળખ કરાઈ, પરિવારજનોને મૃતદેહ સોંપવાની કામગીરી ચાલુ

Ahmedabad Plane Crash
Published by: OBS Bureau
Last Updated: Jun 15, 2025, 08:03 AM IST

શોકમગ્ન થયેલા અમદાવાદમાં હવે એ લોકોને મૃતદેહ સોંપવામાં આવી રહ્યાં છે જેમના DNA મેચ થયા છે. 12 જૂન, 2025ના રોજ અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ દુર્ઘટનાનું શિકાર બની હતી. ઘટનાને હવે ત્રણ દિવસ વીતી ગયા હોવા છતાં મૃતદેહોની ઓળખ અને સોંપણીની કાર્યવાહી હજુ પણ ચાલુ છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં DNA સેમ્પલિંગનો કાર્યક્રમ સતત બીજા દિવસે પણ અનવરત રહ્યો હતો.

સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપરિટેન્ડન્ટના જણાવ્યા અનુસાર શનિવાર રાત્રે 10 વાગ્યા સુધીમાં ત્રણ મૃતકોના દેહો તેમના પરિવારમાં સોંપવામાં આવ્યા હતા, જ્યારે રવિવાર સવારે 9 વાગ્યા સુધીમાં વધુ 9 મૃતદેહો સોંપાતા આ આંકડો 12 પર પહોંચ્યો છે. હજુ સુધી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના DNA રિપોર્ટ અંગે કોઈ પુષ્ટિ મળેલી નથી.

હાલ સુધીમાં કુલ 248 લોકોના DNA નમૂનાઓની તપાસ કરવામાં આવી છે. તેમાંથી 15 મૃતદેહોની ઓળખ થઈ ચુકી છે અને તેમનાં પરિવારજનોને દેહો સોંપવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

વિમાના દુર્ઘટનામાં મૃત્યુ પામનાર લોકો ગુજરાતના કુલ 18 જિલ્લાઓમાંથી હતા. તેમનાં પાર્થિવ દેહો વતન સુધી પહોંચાડવા માટે તંત્રએ 230થી વધુ ટીમોની રચના કરી છે.

આ વિનાશક ઘટનામાં વિમાનની આસપાસના વિસ્તારોમાં હાજર 32 લોકો પણ ઇજાગ્રસ્ત થયા હતા. જેમમાંથી 8 લોકો હાલ સારવાર હેઠળ છે અને તેમામાંથી એકની તબિયત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. બાકીની સારવાર પામેલા વ્યક્તિઓને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now