Home Gujarat 13 Ias Officers Transferred In Gujarat Some Given Additional Charge

ગુજરાતમાં 13 IAS અધિકારીઓની બદલી : કેટલાકને સોંપાયા વધારાના ચાર્જ

ગુજરાતમાં 13 IAS અધિકારીઓની બદલી
Published by: OBS Bureau
Last Updated: Jun 18, 2025, 07:18 AM IST

ગુજરાત સરકારે રાજ્યના 13 પ્રતિષ્ઠિત IAS અધિકારીઓની બદલીનો મોટો હુકમ જાહેર કર્યો છે. જેમાં કેટલાક અધિકારીઓને નવા વિભાગમાં મુકવામાં આવ્યા છે તો કેટલાકને વધારાના ચાર્જ પણ સોંપાયા છે.

🔹 અશ્વિનીકુમાર, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સીપલ સેક્રેટરીને યુવક, સાંસ્કૃતિક અને રમત ગમત વિભાગમાં બદલી કરાઈ છે. તેમને સાથે સાથે કાયદા અને સંસદીય બાબતોના વિભાગનો વધારાનો ચાર્જ પણ આપાયો છે.

🔹 એમ. થેન્નારસન, અત્યાર સુધી યુવક અને રમતગમત વિભાગમાં હતા, હવે તેઓ શહેરી વિકાસ વિભાગના પ્રિન્સીપલ સેક્રેટરી તરીકે સેવા આપશે.

🔹 રમેશચંદ મીણા, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના સચિવને હવે બંદર અને વાહન વ્યવહાર વિભાગનો વધારાનો ચાર્જ સોંપાયો છે.

🔹 મિલિંદ તોરવણે, હાલમાં GSPCના MD તરીકે કાર્યરત છે, તેઓ હવે પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગમાં બદલાયા છે અને તેઓ પાસે GSPCના MDનો ચાર્જ યથાવત રહેશે.

🔹 આરતી કંવર, નાણા વિભાગમાં સચિવ તરીકે ફરજ બજાવે છે, તેમને હવે ખર્ચ વિભાગનો વધારાનો ચાર્જ અપાયો છે.

🔹 જેનુ દેવન, સ્ટેમ્પ એન્ડ રજિસ્ટ્રેશનના સુપ્રિટેન્ડન્ટ છે, તેમને MGVCLના MD તરીકે વધારાનો ચાર્જ અપાયો છે.

🔹 પ્રભવ જોષી, હાલ રાજકોટ કલેક્ટર છે, હવે તેઓ ગાંધીનગર ખાતે પ્રવાસન વિભાગના MD તરીકે કામકાજ સંભાળશે.

🔹 તેજસ પરમાર, હાલ MGVCLના MD છે, તેમને જૂનાગઢ મનપા કમિશનર તરીકે નિયુક્ત કરાયા છે.

🔹 ઓમપ્રકાશ, જૂનાગઢના મનપા કમિશનર હતા, હવે રાજકોટ કલેક્ટર તરીકે જવાબદારી સંભાળશે.

🔹 આશિષકુમાર, પંચમહાલના કલેક્ટર હતા, તેમને આદિજાતિ વિકાસના નિયામક તરીકે ગાંધીનગર ખાતે બદલી કરાયા છે.

🔹 રાજ સુથાર, હાલ ડાંગના DDO છે, તેમને નર્મદા DDO તરીકે મોકલવામાં આવ્યા છે.

🔹 અંકિત પન્નુ, હાલ નર્મદા DDO છે, તેમની જામનગર DDO તરીકે બદલી કરાઈ છે.


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now