Home Gujarat 12 Member Of Bogus Ed Team Booked In Gandhidham Kutch Video Viral

નકલી EDની ધોંસ તો જૂઓ! : કચ્છમાં ઝડપાયેલી નકલી EDની કાર્યવાહીનો વીડિયો આવ્યો સામે, સ્પેશિયલ 26ને પણ ટક્કર માટે તેવા ડાયલોગ સાથે પડાવતા હતા પૈસા

નકલી EDની ધોંસ તો જૂઓ!
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 07, 2024, 06:53 AM IST

રાજ્યમાં નકલીની બોલબાલા વચ્ચે પૂર્વ કચ્છ પોલીસે નકલી EDની આખેઆખી ટીમની ધરપકડ કરી છે. નકલી ED બની માલેતુજાર લોકોને ડરાવી નકલી દરોડા પાડી પૈસા પડાવતી 12 શખ્સોની ટીમની ધરપકડ બાદ નકલી ટીમનો વીડિયો વાયરલ થયો છે. બીજી ડિસેમ્બરે ગાંધીધામની રાધિકા જ્વેલર્સ અને તેમના મકાનમાં પાડેલા દરોડાનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોને જોઇ સરકારી અધિકારીઓ પણ આ અસલી અધિકારીઓને ઓળખી ન શકે તે રીતે તેઓ નકલી કાર્યવાહી કરી રહ્યા છે. 

‘‘કોઓપરેટ કરેંગે તો આસાની રહેગી’’
નકલી EDની 12 શખ્સોની ટીમે ગાંધીધામની રાધિકા જ્વેલર્સના માલિકના મકાનમાં ઘૂસી પોતે EDના અધિકારીઓ હોવાનો પરિચય આપ્યો હતો. સૂટ-બૂટ અને પ્રવર્તમાન નિર્દેશાલયના નામના નકલી IDકાર્ડ સાથે મકાનમાં ઘૂસેલા આ શખ્સોએ સ્પેશિયલ-26ની ફિલ્મને પણ ટક્કર મારે તે રીતે પરિવારને ચીમકીના સ્વરમાં ધમકી આપી રહ્યા હોવાનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં EDના અધિકારીનો રૌફ બતાવી રહેલો  શખ્સ પરિવારને ધમકાવતા કહે છે કે, તમે ‘‘સહકાર આપશો તો કાર્યવાહીમાં આસાની રહેશે. અને તમે સહકાર નહીં આપો તો કાર્યવાહી લાંબીને લાંબી થતી જશે.’’ EDની નકલી ટીમે કાર્યવાહીના નામે 25.25 લાખના સોના-ચાંદીના ઘરેણાની ચોરી કરી હતી. 

નકલી EDનો આ રીતે ફૂટ્યો ભાંડો: 

EDના દરોડાની કાર્યવાહી બાદ વેપારીને સમગ્ર કાર્યવાહી મુદ્દે શંકા જતાં ફરિયાદ નોંધાવી હતી. EDની ટીમ કાર્યવાહીના નામે 25.25 લાખના સોના-ચાંદીના ઘરેણા લઇને ફરાર થઇ ગઇ હતી. તેવામાં વેપારીએ EDની કાર્યવાહી અંગે ગાંધીધામ પોલીસને જાણ કરતાં પોલીસ પણ દંગ રહી ગઇ હતી. પોલીસે ફરિયાદ મળતાં જ શહરેના તમામ CCTV તેમજ ટેક્નિકલ સર્વેલાન્સને આધારે ટેલિફોન, કારના નંબર સહિતની વિગતો એકત્ર કરી હતી. જે બાદ પોલીસની અલગ અલગ ટીમોએ નકલી EDના આરોપીઓની ભુજ, અમદાવાદ સહિતના શહેરોમાંથી દરોડા પાડી ધરપકડ કરી. ગાંધીધામ પોલીસે નકલી EDના કુલ 12 આરોપીઓને ઝડપી લીધા છે. આ વસૂલી ગેંગમાં એક મહિલા પણ સામેલ હોવાનો ખુલાસો થયો છે. પોલીસે સમગ્ર કાર્યવાહીમાં ચોરી કરાયેલો મુદ્દામાલ, કાર અને મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કરી FSL ટીમને મોકલી આપ્યો છે. બીજી બાજુ ગાંધીધામ પોલીસ નકલી EDની ટીમની પૂછપરછ કરી રહી છે. પોલીસને આશંકા છે કે નકલી EDનું આ સમગ્ર કૌભાંડનો આંકડો કરોડોમાં જઇ શકે છે. 


નકલી EDના 12 આરોપીની આ રહી યાદી:

ભરત શાંતીલાલ મોરવાડીયા (40), ગાંધીધામ 

દેવાયત વિશુભાઇ ખાચર(38), અંજાર

અબ્દુલ સતાર ઇશાક માંજોટી(54), ગાંધીધામ

હિતેશ ચત્રભજ ઠક્કર(49), ભુજ

વિનોદ રમેશ ચુડાસમા(46), ભુજ

ઇયુઝીન અગસ્ટીન ડેવિડ(63), અંજાર

આશિષ રાજેશભાઇ મિશ્રા(31), અમદાવાદ 

ચંદ્રરાજ મોહનભાઇ નાયર(46), અમદાવાદ 

અજય જગન્નાથ દુબે(27), અમદાવાદ 

શૈલેન્દ્ર અનિલકુમાર દેસાઇ(43), અમદાવાદ 

નિશા અમિત કિશોરભાઇ મહેતા(42), અમદાવાદ




joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
અમદાવાદના શિવરંજની BRTS સ્ટેન્ડ પર ભીષણ આગ
Play Video
ભરૂચની ઔદ્યોગિક ત્સુનામી
ગુજરાતમાં Uniform Civil Code નો યુગ શરૂ
રશિયા યુક્રેન યુદ્ધ અફવા મામલે તંત્રની લાલ આંખ
UCC Bill Pass at Gujarat