દેશભરમાં ચાલી રહેલા ‘ઓપરેશન સિંદૂર’ના પગલે હવે ગુજરાતમાં પણ ચિંતાજનક ઘટનાઓ સામે આવી રહી છે. ગુજરાતમાંથી પાકિસ્તાન અને બાંગ્લાદેશના નાગરિકો સહિત કુલ 100 વિદેશી નાગરિકો લાપતા બન્યા હોવાની માહિતી સામે આવતાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર આવી ગઈ છે. ક્રાઈમ બ્રાન્ચે લાપતા નાગરિકો અંગે ગુપ્ત તપાસ શરૂ કરી છે અને ટેક્નિકલ તેમજ હ્યુમન સર્વેલન્સના આધારે તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
240 વિદેશીઓમાંથી 100 લાપતા, મોટાભાગે ઓવરસ્ટે
મેળવાયેલ માહિતી મુજબ, રાજ્યમાં વિઝાના આધારે આવેલા 240 વિદેશી નાગરિકોમાંથી 100 નાગરિકો—જેમાં 20 પાકિસ્તાની અને 70થી વધુ બાંગ્લાદેશી નાગરિકોનો સમાવેશ થાય છે—વિઝાનો સમય પુરો થયા બાદ પણ પાછા ગયાં નથી અને હાલમાં તેઓ ક્યાં છે તેની કોઈ માહિતી સામે આવી નથી. ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી અજીત રાજીયાણે આ માહિતીની પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે, "આ વિદેશી નાગરિકોની માહિતી અલગ-અલગ એજન્સીઓ પાસેથી મેળવીને તેમના હાલના સ્થાન અંગે તપાસ શરૂ કરવામાં આવી છે."
લાપતા નાગરિકો ‘સારવાર’ના બહાને આવ્યા હતાં
સૂત્રોના જણાવ્યા અનુસાર, મોટા ભાગના લાપતા વિદેશી નાગરિકોએ “ચિકિત્સા સારવાર”ના હેતુસર વિઝા મેળવ્યા હતાં. પરંતુ હાલમાં તેઓ ક્યાં છે તેની કોઈ નોંધ નથી. આમાં શક્યતા છે કે તેઓ ભૂગર્ભમાં પ્રવૃત્તિઓમાં જોડાઈ ગયા હોય.
સિક્રેટ ઓપરેશન શરૂ, તપાસ ચલાવવામાં આવી
આ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક ગુપ્ત ઓપરેશન શરૂ કર્યું છે. ટેક્નિકલ સર્વેલન્સ ઉપરાંત માનવ સૂત્રોના આધારે પણ શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ સાથે જ સુરક્ષા એજન્સીઓને પણ એલર્ટ પર રાખવામાં આવી છે અને લાપતા થયેલા નાગરિકો વિશે ઈનપુટ શેર કરવામાં આવ્યા છે.
કાયદેસર પગલાં નિર્ધારિત
સિનિયર સુરક્ષા અધિકારીએ જણાવ્યું કે, “જેઓ માત્ર વિઝાની અવધિથી વધુ રહ્યા છે અને અન્ય કોઈ દોષિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા નથી, તેમની સામે દંડ وصولી તેમને ડિપોર્ટ કરવામાં આવશે. પરંતુ જો કોઈ વ્યક્તિ દેશવિરોધી પ્રવૃત્તિમાં સંડોવાયેલી જણાશે, તો તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરાશે.”
ઓવરસ્ટે દંડની રૂપરેખા:
16 થી 30 દિવસ સુધી: ₹10,000
31 થી 90 દિવસ સુધી: ₹20,000
90 દિવસથી વધુ: ₹50,000
જો વિદેશી નાગરિકોએ FRRO (ફોરેનર્સ રિજનલ રજિસ્ટ્રેશન ઓફિસ)માં ઓવર સ્ટે અંગે મંજૂરી નહીં લીધી હોય તો વધુ કડક કાર્યવાહી પણ શક્ય બનશે.
'ગુજરાતનું અપમાન સહન નહીં થાય': મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મલ્લિકાર્જુન ખડગે સામે આકરા પ્રહાર





