આજે 1 એપ્રિલ માત્ર મજાક અને હાસ્યનો દિવસ નથી, પરંતુ ઇતિહાસના પાનાઓમાં પણ આ તારીખનું વિશેષ મહત્વ છે. આ દિવસે ઓડિશા રાજ્યની સ્થાપના થઈ હતી, સાથે જ અનેક ઐતિહાસિક ઘટનાઓ અને જાણીતા વ્યક્તિત્વોની જન્મજયંતિઓ જોડાયેલી છે.
ઓડિશા સ્થાપના દિવસ
1 એપ્રિલ 1936ના રોજ ઓડિશાને સ્વતંત્ર પ્રાંત તરીકે રચવામાં આવ્યું હતું. અગાઉ આ પ્રદેશ કલિંગ, ઉત્કલ અને ઉદ્રા જેવા નામોથી ઓળખાતો હતો.
આઝાદી બાદ 1949માં ઓડિશાના તમામ રજવાડાઓનું સંપૂર્ણ વિલીનીકરણ થયું. આ રાજ્ય ભગવાન જગન્નાથની પવિત્ર ભૂમિ તરીકે ઓળખાય છે અને અહીં યોજાતી જગન્નાથ રથયાત્રા વિશ્વપ્રસિદ્ધ છે.
1 એપ્રિલની મહત્વપૂર્ણ ઘટનાઓ
1936 – ઓડિશા રાજ્યની સ્થાપના
1973 – કોર્બેટ નેશનલ પાર્કમાં ‘સેવ ટાઈગર’ અભિયાનની શરૂઆત
1979 – ઈરાનને મુસ્લિમ પ્રજાસત્તાક જાહેર કરવામાં આવ્યું
1996 – બેંક ઓફ ટોક્યો અને મિત્સુબિશી બેંકના વિલીનીકરણથી વિશ્વની મોટી બેંકની રચના
1997 – માર્ટિના હિંગિસ સૌથી નાની વયની મહિલા નં-1 ટેનિસ ખેલાડી બની
2001 – યુગોસ્લાવિયાના પૂર્વ રાષ્ટ્રપતિ મિલોસેવિકે આત્મસમર્પણ કર્યું
2004 – ભારતે પાકિસ્તાન સામે મુલ્તાનમાં ઐતિહાસિક જીત મેળવી
2005 – નેપાળમાં રાજકીય કેદીઓને મુક્ત કરવામાં આવ્યા
2006 – રિયો ડી જાનેરોમાં વિમાન દુર્ઘટનામાં 19 લોકોનાં મોત
2007 – નેપાળની વચગાળાની સરકારમાં માઓવાદીઓનો સમાવેશ
2008 – શેર કૌભાંડ કેસમાં કેતન પારેખ સહિત પાંચને સજા
2010 – ભારતની 15મી વસ્તી ગણતરીનો પ્રારંભ
એપ્રિલ ફૂલ ડે
1 એપ્રિલને સમગ્ર વિશ્વમાં “એપ્રિલ ફૂલ ડે” તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો એકબીજાને મજાકમાં મૂર્ખ બનાવે છે અને હાસ્ય સાથે દિવસ ઉજવે છે. મિત્રો, પરિવારજનો અને સહકારીઓ વચ્ચે હળવી મસ્તી અને રમૂજી પ્રવૃત્તિઓનો આનંદ માણવામાં આવે છે.
પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ
વીરેન્દ્ર સિંહ (1986) – ફ્રીસ્ટાઇલ કુસ્તીબાજ
ઓ. પી. શર્મા (1952) – જાદુગર
જબીન જલીલ (1936) – અભિનેત્રી
પ્રાણ કૃષ્ણ પારિજા (1891) – વૈજ્ઞાનિક
ફૌજા સિંહ (1911) – એથ્લીટ
મોહમ્મદ હામિદ અંસારી (1937) – ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ
અજીત વાડેકર (1941) – ક્રિકેટર
કેશવ બલિરામ હેડગેવાર – રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક
જોગેશ દાસ (1927) – લેખક
પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ
ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી (1907) – ગુજરાતી સાહિત્યકાર
સિરિલ રેડક્લિફ (1977) – ભારત-પાકિસ્તાન વિભાજન રેખાના નિર્માતા
હેનરી એડવર્ડ રોબર્ટ્સ (2010) – પર્સનલ કમ્પ્યુટરના પ્રણેતા
કૈલાશ વાજપેયી (2015) – હિન્દી સાહિત્યકાર





