Home Gujarat This Municipal Corporation Of Gujarat Got A Big Success

ગુજરાતની આ મહાનગરપાલિકાને મળી મોટી સફળતા : બોન્ડ ઇસ્યુ લાવનારી રાજ્યની પાંચમી ગાંધીનગર મહાનગરપાલિકા બની

ગુજરાતની આ મહાનગરપાલિકાને મળી મોટી સફળતા
Published by: OBS Bureau
Last Updated: Jun 25, 2025, 12:00 PM IST

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના રૂ. 25 કરોડના મ્યુનિસિપલ બોન્ડનું નેશનલ સ્ટોક એક્સચેન્જ NSEમાં ગિફ્ટ સિટી ખાતેથી લિસ્ટિંગ કરાવ્યું હતું. મુખ્યમંત્રીએ બેલ રિંગિંગ સેરેમનીથી આ NSE લિસ્ટિંગ ગાંધીનગરના મેયર મતી મીરાબહેન પટેલ, ધારાસભ્ય મતી રીટાબહેન પટેલ તેમજ મહાનગરપાલિકાના પદાધિકારીઓ-અધિકારીઓ અને NSEના અધિકારીઓની ઉપસ્થિતિમાં સંપન્ન કર્યું હતું.
આ શહેરી વિકાસ વર્ષમાં ગાંધીનગર મહાનગરપાલિકા અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝમાં વૃદ્ધિ અને સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટ દ્વારા ‘અર્નિગવેલ, લિવિંગવેલ’નો ધ્યેય આ મ્યુનિસિપલ બોન્ડના માધ્યમથી સાકાર કરશે. આ ઉપરાંત અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ મહાનગરપાલિકાએ મ્યુનિસિપલ બોન્ડ બહાર પાડ્યા છે.

દેશમાં અત્યાર સુધીમાં 17 મહાનગરપાલિકાઓ દ્વારા રૂ.3359 કરોડના બોન્ડ ઈશ્યુ કરવામાં આવ્યા છે. તેમાંથી રૂ.925 કરોડના બોન્ડ ઈશ્યુ કરીને ગુજરાત 27 ટકાના ફાળા સાથે મહત્વની ભૂમિકા અદા કરી રહ્યું છે તેમ NSEના ચીફ બિઝનેશ ડેવલપમેન્ટ ઓફિસર રામકૃષ્ણને આ પ્રસંગે જણાવ્યું હતું. ગાંધીનગરના મેયર મતી મીરાંબહેન પટેલે આ બોન્ડના પરિણામે ગાંધીનગરના વિકાસ કામો માટે જનભાગીદારી યુક્ત ભંડોળ ઉપલબદ્ધ થતાં વિકાસની ગતિ વધુ તેજ બનશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
મ્યુનિસિપલ બોન્ડ મેળવનાર ગાંધીનગર મહાનગરપાલિકા દેશની પ્રથમ 20 મહાનગરપાલિકા પૈકી એક હોવાથી, ભારત સરકાર દ્વારા પ્રોત્સાહન તરીકે ગાંધીનગર મહાનગરપાલિકાને આશરે રૂ. 3.25 કરોડની વ્યાજ સબસિડી મળશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now