વડોદરાની મધ્ય ગુજરાતની સૌથી મોટી એસ.એસ.જી. હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. હોસ્પિટલના તાત્કાલિક વિભાગમાં આવેલા સોનોગ્રાફી ડિપાર્ટમેન્ટ પાસે પ્રોજેક્ટ ઈમ્પ્લિમેન્ટેશન યુનિટ (PIU) દ્વારા લાખો રૂપિયાના ખર્ચે નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે. આ કામગીરીની ગુણવત્તા પર ગંભીર સવાલો ઉભા થયા રહ્યા છે.
નવીન કામગીરી અંતર્ગત લગાવવામાં આવેલા શેડમાંથી પાણી ટપકી રહ્યું છે, જેને કારણે સારવાર માટે આવતા દર્દીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ચોમાસાની સિઝનમાં અથવા સામાન્ય વરસાદમાં પણ પાણી ટપકવાની સમસ્યાથી દર્દીઓ અને તેમના સગાં-સંબંધીઓને મુશ્કેલી થઈ રહી છે. આ સ્થળોએ ખુલ્લા વીજળીના વાયરો પણ જોવા લટકી રહ્યા છે. દર્દીઓની સુરક્ષા સાથે ચેડાં થઈ રહ્યા છે.
શું કહ્યું RMOએ?
આ મામલે હોસ્પિટલના આર.એમ.ઓ. ડો. હિતેન્દ્ર ચૌહાણ કહ્યું હતું કે, PIU ડિપાર્ટમેન્ટને આ અંગે જાણ કરી છે.
તાત્કાલિક ધોરણે આ સમસ્યાનો ઉકેલ લાવવો PIU સાથે સતત સંપર્ક ચાલી રહ્યો છે.
"કોંગ્રેસના આગેવાનોએ કહ્યું, 'તમે આવી રીતે બોલજો'": ભાવનગરના પૂર્વ નગરસેવિકા સેજલ ગોહિલનું કોંગ્રેસથી ભાજપમાં અચાનક વાપસીનું રહસ્ય શું?






