Home Gujarat Ssg Hospital Faces Overcrowding In Opd To Treat Around 300 Patients

ચોમાસાની શરૂઆતમાં ઝાડા-ઉલટીના કેસો વકર્યા : SSG હોસ્પીટલમાં 300 જેટલા દર્દીઓનો સારવાર માટે OPDમાં ઘસારો

ચોમાસાની શરૂઆતમાં ઝાડા-ઉલટીના કેસો વકર્યા
Published by: OBS Bureau
Last Updated: Jun 30, 2025, 07:41 AM IST

ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે શહેરમાં ડેન્ગ્યુ સહિત ઝાડા ઉલટીના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. શહેરની સૌથી મોટી એવી સયાજી હોસ્પિટલમાં આ રોગોની ફરિયાદ સાથે દર્દીઓની લાંબી લાઈનો વહેલી સવારથી સારવાર માટે લાગી છે.

ચોમાસાની શરૂઆત થતાં જ પાણીજન્ય રોગચાળો શહેરના અનેક વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વરસાદના પાણી સાથે પીવાનું પાણી દૂષિત થતા ઝાડા ઉલટીના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. હાલ સયાજી હોસ્પિટલમાં ઝાડા ઉલટીની ફરિયાદ સાથે લગભગ 40 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. ઉપરાંત સિઝનલ બીમારી અને ડેન્ગ્યુના કેસોમાં પણ વધારો થતા દરરોજ 300 જેટલા દર્દીઓ સયાજી હોસ્પિટલમાં સારવાર માટે આવી રહ્યાં છે.

પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા પાણીજન્ય રોગચાળાને કાબુમા લેવા માટે જરૂરી કામગીરી કરવામાં આવી રહ્યા છે.  અન્યથા આવનારા સમયમાં ઘેર ઘેર માંદગીના ખાટલા જોવા મળશે એમ લાગી રહ્યું છે. અલબત રોગચાળાને લઈને તમામ સ્થિતિને પહોંચી વળવા સયાજી હોસ્પિટલના સતાધીશો દ્વાર આયોજન કરવામાં આવ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now