Home Gujarat Re Polling At 2 Booths In Visavadar By Election

વિસાવદર પેટાચૂંટણીમાં 2 બૂથ પર ફરી મતદાન : કડક સુરક્ષા વચ્ચે મતદાન કરવા બંન્ને ગામના લોકોની સવારથી લાગી લાઈન

વિસાવદર પેટાચૂંટણીમાં 2 બૂથ પર ફરી મતદાન
Published by: OBS Bureau
Last Updated: Jun 21, 2025, 11:10 AM IST

જુઓ વિસાવદરની પેટા ચૂંટણીના પુન: મતદાનનો વીડિયો

પ્રચાર તબક્કા દરમ્યાન ભારે ચર્ચાસ્પદ રહેલ વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીના મતદાનના દિવસે પણ માહોલ ગરમ અને ઉત્તેજના ભર્યો રહ્યો. આમ આદમી પાર્ટીએ અંતિમ ઘડી સુધી સક્રિયતા અને લડાયક મિજાજ ધારણ કરી રાખતા બે બુથ પર બુથ કેપ્ચરિંગ થયું હોવાની ચૂંટણી પંચને કરેલી ફરિયાદને કારણે બંને બુથ પર પુનઃ મતદાન કરાવવાનો ચૂંટણી પંચ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
શાંતિ પૂર્ણ માહોલમાં મતદાન
વિસાવદર વિધાનસભા બેઠક પર માલીડા અને નવા વાઘણિયા બુથ પર પુનઃ મતદાન દરમ્યાન કોઈ ગેરરીતિના થાય તથા કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ કડક બંદોબસ્ત વચ્ચે બંન્ને ગામના લોકો મતદાન કરવા માટે વહેલી સવારથી લાઈનો લાગી છે.
બુથ કેપચરિંગ થતા ફરી ચૂંટણી
વિસાવદર બેઠકની પેટાચૂંટણી માટે મતદાનના દિવસે બુથ કેપચરિંગ થયું હોવાની ફરિયાદ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી હતી. આપની ફરિયાદ બાદ માલીડા અને નવા વાઘણિયા બુથ પર પુનઃ મતદાન કરાવવાનો ચૂંટણી પંચ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now