Home Gujarat Provisional Merit List For Teaching Assistant Recruitment Announced

શિક્ષણ સહાયક ભરતીનું કામચલાઉ મેરીટ જાહેર : જિલ્લાની શિક્ષણાધિકારીની કચેરી ખાતે પુરાવા રજૂ કરવાનો રહેશે

શિક્ષણ સહાયક ભરતીનું કામચલાઉ મેરીટ જાહેર
Published by: OBS Bureau
Last Updated: Jun 13, 2025, 01:16 PM IST

સરકારી માધ્યમિક શાળાઓ અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી -૨૦૨૪ અન્વયે તા.૧૩ જૂન ૨૦૨૫ના રોજ કામચલાઉ મેરીટ મેરીટ યાદી (Provisional Merit List) જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત ઉમેદવારને કોઈપણ પ્રકારનો વાંધો હોય તો તેઓએ આગામી તા. ૧૬ જૂન, ૨૦૨૫ના રોજ સવારે ૧૦.૩૦ થી સાંજે ૬.૧૦ કલાક સુધી પોતાનો વાંધો જે જિલ્લામાં ડોક્યુમેન્ટ વેરીફીકેશન કરાવેલ હોય, તે જ જિલ્લાની જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે જરૂરી આધાર પુરાવા સાથે રજૂ કરવાનો રહેશે.

સરકારી માધ્યમિક શાળાઓ અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓને લગતી જરૂરી સૂચનાઓ વેબસાઈટ https://www.gserc.in/ પર પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા માટે ગુજરાત રાજ્ય શૈક્ષણિક સ્ટાફ ભરતી પસંદગી સમિતિ-ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now