Home Gujarat Police Exercise For Triple Security Of Rath Yatra

રથયાત્રાની ત્રિવિધ સુરક્ષા માટે પોલીસની કવાયત : પોલીસ કમિશનર સહિત સનિયર અધિકારીઓએ રૂટનું નિરક્ષણ કર્યું

રથયાત્રાની ત્રિવિધ સુરક્ષા માટે પોલીસની કવાયત
Published by: OBS Bureau
Last Updated: Jun 22, 2025, 12:13 PM IST

અમદાવાદમાં આ વર્ષે ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા આગામી 27 જૂને નીકળશે. આ રથયાત્રાને લઈને તમામ તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. રથયાત્રાને લઈને અમદાવાદ પોલીસ દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. તેને લઈને આજે શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિક સહિત અમદાવાદ પોલીસના સિનિયર અધિકારીઓએ જગન્નાથ મંદિરની મુલાકાત કરી અને રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યું છે.

શું કહ્યું પોલીસ કમિશનરે?
શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિકે વધુ જાણકારી આપતા કહ્યું કે, રથયાત્રાના રૂટમાં અધિકારીઓના સાથે પોઈન્ટની ચકાસણી કરવામાં આવી રહી છે. આગામી 24 અને 25 જૂને મેઈન રિહર્સલ કરવામાં આવશે. આ વર્ષે વાતાવરણ પણ સારૂ છે. પોલીસ હાલમાં વોન્ટેડ આરોપીઓને પકડી રહી છે અને આવા આરોપીઓની ઓળખ કરવા માટે AIનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અમદાવાદની રથયાત્રામાં બેંગ્લોર જેવી ઘટના ના બને તે માટે પણ મદદ લેવામાં આવશે. ભીડમાં દોડાદોડથી કોઈ દુર્ઘટના ના બને તેની પણ કાળજી રાખવામાં આવશે. આ વખતે રથયાત્રામાં 20,000 જેટલા પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં તૈનાત રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now