Home Gujarat Madhya Gujarat Ahmedabad Ahmedabad Plane Crash Dna Samples

અત્યાર સુધી કુલ 42 મૃતકોનાં DNAએ સેમ્પલ મેચ : 14 મૃતદેહ પરિવારજનો સોંપાયા

અત્યાર સુધી કુલ 42 મૃતકોનાં DNAએ સેમ્પલ મેચ
Published by: OBS Bureau
Last Updated: Jun 15, 2025, 08:57 AM IST

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 42 મૃતકોનાં ડીએનએ સેમ્પલ મેચ થયા છે. અત્યાર સુધીમાં કુલ  14 મૃતદેહ પરિવારજનો સોંપાયા છે.આ મૃતદેહો અમદાવાદના ૪, વડોદરાના ૨ , ખેડા ૧, અરવલ્લી ૧ બોટાદના ૧, મહેસાણા ૪, ઉદયપુર ૧ નો સમાવેશ થાય છે.


અમદાવાદમાં ૧૨મી જૂને એર ઇન્ડિયાનું લંડન જઇ રહેલુ AI171 વિમાન મેધાણીનગરમાં ક્રેશ થયું હતું. આ દુર્ઘટનાના પગલે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી ઓળખની કામગીરી અંગે અમદાવાદ સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો. રજનીશ પટેલે  મીડિયા બ્રીફિંગ દરમિયાન આ માહિતી આપી હતી.  જેમના ડીએનએ સેમ્પલ મેચ થયા છે તે પાર્થિવદેહ પરિવારજનોને સન્માનપૂર્વક સોંપવામાં આવી રહ્યા છે.


ઉલ્લેખનીય છે કે, દરેક મૃતકના પરિવાર માટે એક અલાયદી ટીમ ફાળવવામાં આવી છે. આ ટીમમાં એક વરિષ્ઠ અધિકારી, પોલીસકર્મી અને એક પ્રોફેશનલ કાઉન્સેલરનો સમાવેશ કર્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now