30 days Validity Recharge: આજના ડિજિટલ યુગમાં મોટાભાગના લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી સતત વધી રહેલી રિચાર્જની કિંમતોએ લોકોને પરેશાન કરી દીધા છે. રિચાર્જની વધેલી કિંમત અને ઓછી થયેલી વેલિડિટી (વૈધતા) યુઝર્સના ખિસ્સા પર સીધી અસર કરે છે. સામાન્ય રીતે 28 દિવસની વેલિડિટીવાળા પ્લાન્સના કારણે તમારે વર્ષમાં 12ને બદલે 13 વખત રિચાર્જ કરવું પડે છે. ટેલિકોમ કંપનીઓનું આ 28 દિવસનું ગણિત યુઝર્સ પર વર્ષે એક વધારાના મહિનાનો બોજ નાખી દે છે. પરંતુ હવે તમારે આ ચાલાકીનો શિકાર થવાની જરૂર નથી.
Jio, Airtel અને Vodafone-Idea (Vi) હવે એવા ઘણા રિચાર્જ પ્લાન્સ ઓફર કરી રહ્યા છે જે પૂરા 30 દિવસની વેલિડિટી સાથે આવે છે. જો તમે આ પ્લાન પસંદ કરો છો, તો તમારે વર્ષમાં માત્ર 12 વખત જ રિચાર્જ કરવું પડશે, 13 વખત નહીં. જેનાથી માત્ર તમારા પૈસા જ નહીં બચે, પરંતુ વારંવાર ખતમ થતી વેલિડિટીની ઝંઝટ પણ દૂર થશે. ચાલો આજના આ આર્ટિકલમાં જાણીએ Jio, Airtel અને Vi ના આખા મહિનાના રિચાર્જ પ્લાનની વિગતો.
પહેલા આ વાત સમજી લો
હાલમાં ટેલિકોમ કંપનીઓ પાસે '30 દિવસ' અને '1 મહિનો' એમ બે પ્રકારના પ્લાન ઉપલબ્ધ છે. ઘણા લોકો માને છે કે બંનેમાં કોઈ તફાવત નથી, પણ હકીકત અલગ છે. 1 મહિનાનો પ્લાન: આની વેલિડિટી કેલેન્ડર મહિના મુજબ હોય છે. એટલે કે જો મહિનો 30 દિવસનો હોય તો 30 દિવસ અને 31 દિવસનો હોય તો 31 દિવસની વેલિડિટી મળે છે. તમારે દર મહિને એક જ તારીખે રિચાર્જ કરવાનું રહે છે. 30 દિવસનો પ્લાન: આ પ્લાન ફિક્સ 30 દિવસ માટે જ હોય છે, તેમાં મહિનાના 31મા દિવસનો સમાવેશ થતો નથી.
Jio ના પ્લાન
Jio નો 30 દિવસનો પ્લાન
દેશની સૌથી મોટી પ્રાઈવેટ કંપની Jio પાસે 30 દિવસનો પ્લાન છે, જેની કિંમત 355 રૂપિયા છે. જેમાં વેલિડિટી 30 દિવસ મળે છે. ડેટા કુલ 25 GB, અન્ય સુવિધામાં અનલિમિટેડ કોલિંગ, દરરોજના 100 SMS. વધારાના ફાયદાની વાત કરીએ તો 18 મહિના માટે Gemini Pro, 2TB ક્લાઉડ સ્ટોરેજ, JioHotstar અને 50GB Jio ક્લાઉડ સ્ટોરેજ.
Jio નો 1 મહિનાનો પ્લાન
જો તમે પૂરા એક મહિનાનો પ્લાન ઈચ્છો છો, તો 319 રૂપિયા ખર્ચવા પડશે. જેમાં દરરોજ 1.5 GB, અનલિમિટેડ કોલિંગ, દરરોજના 100 SMS અને 18 મહિના માટે Gemini Pro સબસ્ક્રિપ્શન, 2TB ક્લાઉડ સ્ટોરેજ, JioTV અને JioAI ક્લાઉડ સ્ટોરેજ.
Airtel ના પ્લાન
Airtel ના 30 દિવસના પ્લાન
એરટેલ પાસે 30 દિવસ માટે બે મુખ્ય પ્લાન છે:
589 રૂપિયાનો પ્લાન: 30 દિવસની વેલિડિટી, 50 GB ડેટા, અનલિમિટેડ કોલ્સ અને રોજ 100 SMS. સાથે Adobe Express Premium નું સબસ્ક્રિપ્શન.
355 રૂપિયાનો પ્લાન: 30 દિવસની વેલિડિટી, 25 GB ડેટા, અનલિમિટેડ કોલ્સ અને રોજ 100 SMS. આમાં 12 મહિના માટે Adobe Express Premium મળે છે.
Airtel ના 1 મહિનાના પ્લાન
એરટેલ પાસે પૂરા એક મહિનાના 4 પ્લાન છે, જેની શરૂઆત 319 રૂપિયાથી થાય છે..
319 પ્લાન: 1 મહિનાની વેલિડિટી, રોજ 1.5 GB ડેટા, અનલિમિટેડ કોલ્સ, Apple Music અને Adobe Express Premium.
379 પ્લાન: 1 મહિનાની વેલિડિટી, રોજ 2 GB ડેટા, અનલિમિટેડ 5G ડેટા, અનલિમિટેડ કોલ્સ અને રોજ 100 SMS.
429 પ્લાન: 1 મહિનાની વેલિડિટી, રોજ 2.5 GB ડેટા, અનલિમિટેડ 5G ડેટા અને Adobe Express Premium (12 મહિના).
609 પ્લાન: 1 મહિનાની વેલિડિટી, કુલ 60 GB ડેટા, અનલિમિટેડ કોલ્સ અને રોજ 100 SMS સાથે Adobe Express Premium.
Vi (Vodafone-Idea) ના પ્લાન
1 મહિનાની વેલિડિટીવાળા પ્લાન
218 પ્લાન: શરૂઆતનો પ્લાન, જેમાં 1 મહિના માટે રોજ 3 GB ડેટા, અનલિમિટેડ કોલ્સ અને રોજ 100 SMS મળે છે.
232 પ્લાન: 1 મહિનાની વેલિડિટી, કુલ 4 GB ડેટા અને અનલિમિટેડ કોલ્સ.
379 પ્લાન (SuperHero): 1 મહિનાની વેલિડિટી, રોજ 2 GB ડેટા અને રાત્રે 12 થી સવારે 6 વાગ્યા સુધી અનલિમિટેડ ફ્રી ડેટા.
30 દિવસની વેલિડિટીવાળા પ્લાન
224 પ્લાન: 30 દિવસની વેલિડિટી, કુલ 4 GB ડેટા અને અનલિમિટેડ કોલ્સ.
345 પ્લાન: 30 દિવસની વેલિડિટી, કુલ 5 GB ડેટા, અનલિમિટેડ કોલ્સ અને રોજ 100 SMS.





