રાજ્યમાં આવેલ વકફ બોર્ડની મિલકતોના જીપીએસ મેપિંગ માટે રૂ.2 કરોડની સર્વેની કામગીરી માટે રૂ.2 કરોડ અને વકફ બોર્ડની વેબસાઈટ તેમજ ઓનલાઈન ડીજીટલાઇઝેશનની કાર્યવાહી માટે રૂ.2 કરોડ મળીને કુલ રૂ. 6 કરોડ રૂપિયાની રકમ ફાળવવામાં આવી છે.
GPS મેપિંગથી શું ફાયદો થશે??
આ કામગીરીને પગલે વકફ હેઠળની મિલ્કતોની ચોક્કસ ઓળખ પ્રસ્થાપિત થશે.
ખરી મિલકતની જ નોંધણી થશે.
બિનજરૂરી તકરારોનું નિરાકરણ આવશે.
ગેરકાયદેસર દબાણોનો પ્રશ્ન ઉદ્ભવશે નહીં.
તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્રારા લાવવામા આવેલ Ummeed(Unified Waqf Management, Empowerment, Efficiency and Development) એક્ટ-2025 હેઠળની વિવિધ કાયદાકીય જોગવાઈઓનાં ભાગરૂપે આ કામગીરીને સઘન બનાવવાના પ્રયાસો ગુજરાત સરકાર દ્રારા હાથ ધરાયા છે.
અમદાવાદ માટે કોંગ્રેસનો 'માસ્ટર પ્લાન'!: સ્થાનિક ચૂંટણી માટે કોંગ્રેસે બહાર પાડ્યો મેનિફેસ્ટો, જાણો શું છે વાયદા






